Global Market: મિડટર્મ ઈલેક્શનમાં ડેમોક્રેટ્સની મોટી જીતથી ડેટા સેન્ટર અને AIની તેજી પર બ્રેકના ડરથી US માર્કેટમાં મોટી વેચવાલી જોવા મળી. ચિપ ઈન્ડેક્સમાં મોટું ક્રેશ આવ્યું માર્ચ 2020 બાદ નાસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેક S&P 5.5% સુધી તૂટ્યો. ડાઓમાં પણ 1800 પોઈન્ટ્સનો ઘટાડો આવ્યો. ગઈકાલના ઘટાડામાં 2.5 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ સાફ. 7 મોટા ટેક શેર્સમાં એક દિવસમાં $1 ટ્રિલિયન ધોવાયા.
અમેરિકામાં મોટા ઘટાડા અને ક્રૂડ ઓઈલના ફરી 100 ડૉલરની નજીક પહોંચવાથી ભારતીય બજાર માટે સેન્ટિમેન્ટ નબળા દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો છે. જોકે FIIs તરફથી ગઈકાલે કેશમાં આશરે 15000 કરોડની ખરીદી થઈ. ચાર વર્ષમાં સૌથી મોટી BUYING જોવા મળી.
એપ્રિલ 2025 બાદ સૌથી મોટો ઘટાડો આવ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 10%થી વધુ ઘટ્યો. નાસ્ડેક 100માં 6%નો ઘટાડો, 2020 બાદ મોટો ઘટાડો આવ્યો. રસેલ 2000 પણ ટેક્નિકલ કરેક્શનમાં પહોંચ્યો. S&P500ના તમામ સેક્ટર મોટા ઘટાડા સાથે બંધ થયા. ડાઓના તમામ 30 શેર્સમાં આવ્યો ઘટાડો. ફિલાડેલ્ફિયા સેમીકંડક્ટર ઈન્ડેક્ટ 12% ઘટ્યો. VIXમાં 2018 બાદની સૌથી મોટી તેજી જોવા મળી. મેગ્નિફિસેન્ટ સેવનનું માર્કેટ કેર $1 ટ્રિલિયન સુધી ઘટ્યું. 10 વર્ષની બોન્ડ યીલ્જ 5.4%થી ઘટીને 4.8% પર આવી.
ડેટા સેન્ટર્સ પર મોટા નિવેદન
સોશલ મિડિયા X પર બોલ્યા બર્ની સેન્ડર્સ. અપક્ષ સેનેટર છે બર્ની સેન્ડર્સ. સેન્ડર્સે કહ્યું ડેટા સેન્ટર પર તાત્કાલિક પ્રતિબંધની માગ છે. એરિઝોનાના ડેમોક્રેટિક પ્રતિનિધિ યાસમીન અંસારીનું નિવેદન છે. AI ડેવલપમેન્ટ રોકવું પહેલી પ્રાથમિકતા રહેશે. ઓહાયોના ડેમોક્રેટિક સેનેટર શેરોડ બ્રાઉનનું નિવેદન છે. શેરોડ બ્રાઉને કહ્યું ડેટા સેન્ટર માટે કામ નથી કરતો.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 124.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 6.03 ટકાના ઘટાડાની સાથે 57,395.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 4.03 ટકા ઘટીને 39,900.03 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.98 ટકાના ઘટાડાની સાથે 24,553.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 5.00 ટકા તૂટીને 5,127.26 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 42.01 અંક એટલે કે 1.14 ટકા લપસીને 3,647.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.