Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં ખરીદદારી જોવાને મળી છે. ઇન્ડેક્સમાં શોર્ટ પણ કાપ્યા, GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. એશિયા પણ મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ શુક્રવારે નાસ્ડેક રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયો, પણ ડાઓ જોન્સ પોણા 300 પોઇન્ટ્સ તૂટ્યો.
ટ્રમ્પનું ટ્રુથ સોશિયલ પર નિવેદન
રશિયા પર મોટા પ્રતિબંધો લાદવા માટે તૈયાર છે. NATO દેશોની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. ચાઇના પર પણ 50-100% ટેરિફ લાગુ થઈ શકે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ચીન પર ટેરિફ લાગુ થઈ શકે. યુક્રેન યુદ્ધ સમાપ્ત થતાં જ ટેરિફ પાછું ખેંચી લેવામાં આવશે.
93% લોકો 0.25% દર ઘટાડાની અપેક્ષા રાખે છે. ફેડ 17 સપ્ટેમ્બરે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. ભવિષ્યમાં દર કઈ ગતિએ ઘટશે તે સ્પષ્ટ નથી. જો દર ઘટશે, તો ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તે પહેલી વાર હશે. બ્લૂમબર્ગ આ વર્ષે બે દર ઘટાડાની અપેક્ષા રાખે છે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 38.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.88 ટકાના ઘટાડાની સાથે 44,768.12 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.01 ટકાનો મામૂલી વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.55 ટકા ઘટીને 25,334.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.50 ટકાના વધારાની સાથે 26,522.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.47 ટકાની તેજી સાથે 3,411.63 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.10 અંક એટલે કે 0.16 ટકા ઉછળીને 3,876.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.