Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં મળીને 6000 કરોડથી વધારેની વેચવાલી જોવા મળી છે. GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળ્યો છે, ત્યાંજ અમેરિકાના INDICESમાં ગઈકાલે તેજી રહી, ડાઓ જોન્સમાં 400 પોઇન્ટ્સથી વધુનો ઉછાળો જોવા મળ્યો.
ગઈકાલે તમામ 7 મુખ્ય ટેક શેરોમાં ઘટાડો થયો. ફક્ત આલ્ફાબેટના શેરમાં વધારો જોવા મળ્યો. માઈક્રોસોફ્ટ 2.5% ઘટ્યો. કેટલાક AI ઉત્પાદનોની માંગમાં ઘટાડો થવાના અહેવાલો છે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 64.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.33 ટકાના વધારાની સાથે 50,526.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.14 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.28 ટકા ઘટીને 27,714.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.31 ટકાના વધારાની સાથે 25,840.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.02 ટકા તૂટીને 3,995.55 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 2.34 અંક એટલે કે 0.06 ટકા ઉછળીને 3,995.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.