Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી રહી છે. GIFT NIFTYમાં મામુલી વધારો જોવાને મળી રહ્યો છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ અમેરિકામાં ગઈકાલે META અને અન્ય ટેક કંપનીઓમાં મોટી વેચવાલી જોવા મળી. નાસ્ડેક દોઢ ટકાથી વધુ ઘટ્યો. ડાઓ અને S&Pમાં પણ દબાણ જોવા મળ્યુ.
ગઈકાલે બજાર નીચા સ્તરે બંધ થયા. ડાઓ તેના દિવસના ઉચ્ચતમ સ્તરથી 500 પોઈન્ટ ઘટ્યો. S&P 500 અને નાસ્ડેક 1% ઘટીને બંધ થયા.
અનુમાનથી એપ્પલના પરિણામ સારા રહ્યા. Q1FY26માં આવક 10-12% વધવાની આશા છે. અનુમાનથી સારા રહ્યા એમેઝોનના પરિણામ. 2022 બાદ ક્લાઉડ યૂનિટની આવક સૌથી વધારે છે. Q3માં એમેઝોન વેબ સર્વિસની ગ્રોથ 20.2% રહી. ગૂગલ, માઈક્રોસૉફ્ટની ગ્રોથ 34%, 40% રહી. નેટફ્લિક્સએ ગઈકાલે શેર સ્પ્લિટની જાહેરાત કરી.
ગઈકાલે સાઉથ કોરિયા સાથે બુસાનમાં થઈ બેઠક. 90 મિનિટ સુધી બન્ને વચ્ચે બેઠક ચાલી. ટ્રમ્પે ફેન્ટેનાઈલ ટેરિફ 10% ઘટાડવાની જાહેરાત કરી. ચીન પર ટેરિફ 57%થી ઘટી 47% થયા. ચીન રેર અર્થ મિનિરલ પર એક્સપોર્ટ કન્ટ્રોલ 1 વર્ષ માટે સ્થિગિત રહી. અમેરિકાથી 25 મિલિયન ટન સોયાબીન ચીન ખરીદશે. ચીને કહ્યું બન્ને દેશ પોતાના એગ્રી ટ્રેડ વધારવા પર સહમત થયા. બન્ને દેશ શિપ ડૉક ફીસ હટાવવા પર સહમત થયા. ટ્રમ્પે કહ્યું ચીન ક્રૂડ અને ગેસ ખરીદવા પર પણ સહમત થયા. એપ્રિલ 2026માં ટ્રમ્પ ચીનની મુલાકાત લેશે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 8.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.41 ટકાના વધારાની સાથે 52,048.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.23 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.36 ટકા વધીને 28,390.59 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.66 ટકાના ઘટાડાની સાથે 26,109.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.43 ટકાની તેજી સાથે 4,104.57 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 24.10 અંક એટલે કે 0.60 ટકા લપસીને 3,962.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.