Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ક્રૂડ $108ની નજીક
શુક્રવારે બજારો ઘટાડા સાથે બંધ થયા. AI-સંબંધિત શેરોમાં વેચવાલીને કારણે દબાણ જોવા મળ્યું. ડાઓ જોન્સ (Dow Jones) 175 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. S&P 500 માં 1.1% અને Nasdaq માં 2.1% નો ઘટાડો નોંધાયો.
Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે.
Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની આશરે 1200 કરોડ રૂપિયાની ખરીદી જોવા મળી, પણ 108 ડૉલરની નજીક પહોંચી ક્રૂડ ઓઈલે વધારી ચિંતા છે. ત્યાંજ શુક્રવારે USના બજારોમાં મોટો ઘટાડો રહ્યો, નાસ્ડેક 2 ટકાથી વધુ ઘટ્યો, એશિયામાં પણ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. જોકે ગિફ્ટ નિફ્ટી ફ્લેટમાં કારોબાર કરી રહી છે.
અમેરિકી માર્કેટ અપડેટ
શુક્રવારે બજારો ઘટાડા સાથે બંધ થયા. AI-સંબંધિત શેરોમાં વેચવાલીને કારણે દબાણ જોવા મળ્યું. ડાઓ જોન્સ (Dow Jones) ૧૭૫ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. S&P 500 માં 1.1% અને Nasdaq માં 2.1% નો ઘટાડો નોંધાયો. Nasdaq 100 (જેમાં ચિપ ઉત્પાદક કંપનીઓના શેરનો સમાવેશ થાય છે) 2.5% ઘટ્યો. S&P 500 અને Nasdaq તેમના 50-દિવસીય મૂવિંગ એવરેજ (50-DMA) સ્તરની નીચે બંધ થયા.
AI કંપનીઓના દેવા અંગે ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે કહ્યું હાયપરસ્કેલર્સના ક્રેડિટ સ્પ્રેડ આ વર્ષે સૌથી વધુ વ્યાપક છે. છેલ્લી વખત જ્યારે સ્પ્રેડ આટલા પ્રમાણમાં વધ્યા હતા, ત્યારે શેરોમાં 15%નો ઘટાડો થયો હતો.
શું મોંઘું ક્રૂડ ઓઇલ એક મોટો પડકાર છે?
શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ $110 પ્રતિ બેરલની નજીક બંધ થયું. મે મહિના પછી પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ $110 ની સપાટી વટાવી ગયું. શુક્રવારે WTI ક્રૂડ પણ $100 ની ઉપર પહોંચ્યું.
ક્રૂડના ભાવમાં ઉછાળાના કારણો
પશ્ચિમ એશિયામાં તણાવને કારણે પુરવઠા અંગેની ચિંતાઓ છે. યમન સરહદ નજીક સાઉદી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત છે. હુથી બળવાખોરો દ્વારા અરામકો (Aramco) પર હુમલા ચાલુ
યુકેની દરિયાઈ એજન્સીનો દાવો
હોરમૂઝની સામુદ્રધુનીમાં વધુ બે ટેન્કરો પર હુમલો થયો.
રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ
યુક્રેને રશિયા પર 1,000 થી વધુ ડ્રોન છોડ્યા. સેન્ટ પીટર્સબર્ગમાં ઓઈલ ટર્મિનલ અને ડેપોમાં આગ લાગી.
રશિયા પરના પ્રતિબંધો મુલતવી
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પરના પ્રતિબંધો 60 દિવસ માટે મુલતવી રાખ્યા. ટ્રમ્પે કહ્યું હું રશિયાને વાટાઘાટોથી દૂર ધકેલવા નથી માંગતો. હું જ્યારે ઈચ્છું ત્યારે પ્રતિબંધોના ખરડા પર હસ્તાક્ષર કરી શકું છું. ઝેલેન્સ્કી રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા નથી માંગતા.
ઝેલેન્સ્કીએ અમેરિકા પર નિશાન સાધ્યું
ઝેલેન્સ્કીએ રશિયાને સમર્થન આપવું એ અમેરિકા માટે ઐતિહાસિક ભૂલ હશે. યુદ્ધવિરામની જાહેરાત બાદ ઊર્જા માળખાકીય સુવિધાઓ પર 76 હુમલા થયા. યુક્રેનને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરવાના પ્રયાસો ચાલુ છે.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 43.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.88 ટકાના ઘટાડાની સાથે 64742 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.31 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.45 ટકા ઘટીને 46,429.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.51 ટકાના વધારાની સાથે 24,186.83 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.83 ટકાની તેજી સાથે 5,714.87 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 5.92 અંક એટલે કે 0.16 ટકા ઉછળીને 3,722.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.