ફેડના HAWKISH વલણ હોવા છતા ગ્લોબલ બજારથી ઠીક-ઠાક સંકેતો જોવા મળી રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. SGX NIFTYમાં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે. ગઈકાલે US બજાર પણ મિશ્ર સંકેતો સાથે બંધ થયા. ડાઓ ઘટ્યો પણ S&P 500, NASDAQમાં તેજી જોવા મળી.
ગઈકાલે અમેરિકી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં ડાઓ જોન્સ 233 પોઇન્ટ્સ ઘટીને બંધ થયો, તો નાસ્ડેક 53 પોઇન્ટ્સ વધ્યો અને S&P 500માં પણ લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો હતો.
ફેડ એ વ્યાજ દરોમાં બદલાવ નથી કર્યો પરંતુ વલણાં સખ્તી ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. આ વર્ષ 2 વાર અને દર વધી શકે છે. હજુ 5 થી 5.25% ની રેન્જમાં ઈન્ટરેસ્ટ રેટ યથાવત રહેશે. 15 મહીનામાં પહેલીવાર દર નથી વધ્યા. લગાતાર દર 10 વાર વધવાની બાદ થોભ્યા છે. ફેડએ સખ્ત વલણ ચાલુ રાખવાના સંકેત આપ્યા. આ વર્ષ 2 વધારા માટે સંકેત આપ્યા છે. ફેડએ દર 0.50% વધવા માટે સંકેત આપ્યા. વર્તમાન દર 16 વર્ષોમાં સૌથી વધારે રહ્યા છે. ફેડની આવનાર બેઠક 25-26 જુલાઈના રહેશે. ફેડએ GDP ગ્રોથ અનુમાન વધાર્યુ છે. GDP અનુમાન 0.4% થી વધારીને 1.0% કરવામાં આવ્યુ છે.
દર વધવાથી મોંઘવારી દર ઘટી છે. મોંઘવારીની વિરૂદ્ઘ લડાઈ ચાલુ રહેશે. મોંઘવારી ઓછી કરવા પહેલી પ્રાથમિકતા છે. આ વર્ષ દરોમાં કપાતની ગુંજાઈશ નથી. આ વર્ષ બેરોજગારી દર ઘટવાની ઉમ્મીદ છે. બેરોજગારી દર 4.41 ટકા પર રહેવાની ઉમ્મીદ છે. વર્ષના અંત સુધી કોર મોંઘવારી દર ઊંચી રહી શકે છે. કોર મોંઘવારી દર 3.9 ટકા પર રહેવાની આશંકા છે.
આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 26.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.34 ટકાના વધારાની સાથે 33,615.57 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.47 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.21 ટકા વધીને 17,275.18 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.93 ટકાના વધારાની સાથે 19,588.14 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.40 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.14 ટકા વધારાની સાથે 3,233.52 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.