Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટ્સથી વધુની તેજી જોવાને મળી રહી છે. FIIsની કેશમાં વેચવાલી જોવાને મળી રહી છે પણ વાયદામાં મોટી કવરિંગ દેખાય છે.
Global Market: ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટ્સથી વધુની તેજી જોવાને મળી રહી છે. FIIsની કેશમાં વેચવાલી જોવાને મળી રહી છે પણ વાયદામાં મોટી કવરિંગ દેખાય છે.
અમેરિકાના બજારોમાં પણ ગઈકાલે જોરદાર રિકવરી જોવા મળી, 500 પોઈન્ટ્સથી વધુનો ઉછાળો જોવા મળ્યો. નાસ્ડેક અને S&Pમાં પણ તેજી જોવા મળી. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. ક્રૂડ 105ની નજીક પહોંચ્યુ છે, US બૉન્ડ યીલ્ડમાં પણ નરમાશ જોવાને મળી.
US બજારમાં કારોબાર
રોકાણ ઘટવાને કારણે બોન્ડ યીલ્ડ ઘટી. Nvidia, AMD, SanDisk, 1-3% જેટલા ઘટીને બંધ થયા છે. Western Digital, Seagate કાલે 1-3% ઘટ્યા.
Nvidiaને CoreWeave પર વિશ્વાસ
CEO જેનસન હુઆંગે CoreWeave પર વિશ્વાસ દર્શાવ્યો. જેનસન હુઆંગે કહ્યું કંપનીની સ્થિતિ દિવસે દિવસે સુધરી છે. કંપનીનો મૂડી એકત્ર કરવાનો ખર્ચ ઘટ્યો છે. Nvidia પાસે CoreWeaveનો 10% હિસ્સો છે.
રશિયા યુક્રેન તણાવ વધ્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો હુમલો વધારવાનો આદેશ છે. રશિયાની ઓઈલ રિફાઈનરી પર હુમલો વધારવાનો આદેશ છે. રશિયાએ યુક્રેનના એનર્જી, નાગરીક સ્થાનો પર હુમલા કર્યા.
સાઉદી-હુતિઓનો તણાવ
હુતિઓએ અદનમાં રાષ્ટ્રતિ ભવન પર હુમલો કર્યો. યમનની સરકારી ન્યૂઝ એજન્સીએ જાણકારી આપી. સાઉદી હુતિઓ વિરુદ્ધ યમનની મદદ કરીશું.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 67.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.41 ટકાના વધારાની સાથે 65,335.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.01 ટકાનો મામૂલી વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.71 ટકા વધીને 47,305.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.04 ટકાના વધારાની સાથે 24,310 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.95 ટકાની તેજી સાથે 5,710.98 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 35.18 અંક એટલે કે 0.95 ટકા લપસીને 3,742.66 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.