Global Market: ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો, એશિયાની મજબૂત શરૂઆત, GIFT NIFTY પણ પોણા ટકા ઉપર | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો, એશિયાની મજબૂત શરૂઆત, GIFT NIFTY પણ પોણા ટકા ઉપર

ગઈકાલે અમેરિકી બજાર નીચલા સ્તરેથી સુધરીને ફ્લેટ બંધ થયા હતા, જ્યાં ડાઓમાં 9 પોઇન્ટ્સ, નાસ્ડેક અને S&P 500માં 5 પોઇન્ટ્સથી વધારેનું દબાણ જોવા મળ્યું હતું.

અપડેટેડ 08:34:25 AM Oct 06, 2023 પર
Story continues below Advertisement
Global Market: આજે USના બજારની નજર સપ્ટેમ્બર મહિનાના જોબ રિપોર્ટ પર રહેશે.

Global Market: ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયાની મજબૂત શરૂઆતી સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY પણ પોણા ટકા ઉપર કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકી માર્કેટ્સ નીચલા સ્તરોથી સુધરી ફ્લેટ બંધ થયા હતા. આજે USના બજારની નજર સપ્ટેમ્બર મહિનાના જોબ રિપોર્ટ પર રહેશે.

ગઈકાલે અમેરિકી બજાર નીચલા સ્તરેથી સુધરીને ફ્લેટ બંધ થયા હતા, જ્યાં ડાઓમાં 9 પોઇન્ટ્સ, નાસ્ડેક અને S&P 500માં 5 પોઇન્ટ્સથી વધારેનું દબાણ જોવા મળ્યું હતું. બજારની નજર ખાસ હવે આજે આવનાર USના સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પેરોલનાં આંકડા પર બનેલી છે, સાથે જ 1 નવેમ્બરે US ફેડ વ્યાજ દરો પર નિર્ણય લેશે, તો તેની પણ રાહ જોવાઈ રહી છે.

US માં બેરોજગારી


યૂએસમાં જૉબલેસ ક્લેમ 7 મહીનાના નિચલા સ્તરોની નજીક પહોંચી ગયા છે. 30 સપ્ટેમ્બરના સમાપ્ત થવા વાળા સપ્તાહમાં બેરોજગારી વધી છે. બેરોજગારી 2000 વધીને 2.07 લાખ પર રહી. બજારના આંકડા 2.10 લાક આવવાનું અનુમાન હતુ.

ક્રૂડ પર દબાણ વધ્યુ

કાચુ તેલ કાલે સતત બીજા દિવસે ઘટ્યુ. કાચા તેલની કિંમતોમાં આશરે 2% નો ઘટાડો આવ્યો છે. બ્રેંટના ભાવ કાલે 83.84 ડૉલર સુધી ઘટ્યા જ્યારે આજે પણ બ્રેંટમાં 85 ડૉલરની નીચે કારોબાર કરી રહ્યા છે. WTI માં પણ 83 ડૉલરની નીચે કારોબાર કરી રહ્યા છે. માંગમાં ઘટાડાની આશંકાથી કાચા તેલના ભાવ ઘટ્યા છે. બજારના વ્યાજ દર લાંબા સમય ઊંચા રહેવાની આશંકા છે.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. GIFT NIFTY 2.50 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 0.23 ટકાના ઘટાડાની સાથે 30,998.80 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રે્ટ્સ ટાઈમ્સમાં 0.26 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.41 ટકા વધીને 16,521.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, હેંગસેંગ 1.68 ટકાના વધારાની સાથે 17,502.63 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.22 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2023 8:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.