Global Market: ગિફ્ટી નિફ્ટી પર દબાણ, એશિયા મિશ્ર કારોબાર | Moneycontrol Gujarati
Get App

Global Market: ગિફ્ટી નિફ્ટી પર દબાણ, એશિયા મિશ્ર કારોબાર

સાઉદીએ ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનનું ઓપરેશન શરૂ કર્યું. રેડ-સીના યાનબૂ પોર્ટથી આજથી એક્સપોર્ટ શરૂ થઈ શકે. હુતીઓના હુમલા બાદ મહિનાની શરૂમાં પાઈપલાઈન બંધ હતી. પાઈપલાઈન સંપૂર્ણ શરૂ થતાં 6-8 સપ્તાહ લાગી શકે છે.

અપડેટેડ 09:02:04 AM Sep 23, 2026 પર
Story continues below Advertisement
Global Market: ઠીક-ઠાક સંકેતો છતા ગિફ્ટ નિફ્ટીમાં દબાણ જોવા મળ્યુ. આશરે 50 અંક નીચે કારોબાર થતો દેખાય છે.

Global Market: ઠીક-ઠાક સંકેતો છતા ગિફ્ટ નિફ્ટીમાં દબાણ જોવા મળ્યુ. આશરે 50 અંક નીચે કારોબાર થતો દેખાય છે. ત્યાંજ એશિયામાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. કોસ્પી 2 ટકા ઉપર કારોબાર થઈ રહ્યો છે. કાલે અમેરિકાના બજાર મિશ્ર રહ્યાં. ડાઓ નીચે પરંતુ નાસ્ડેકમાં બીજા દિવસે રેકોર્ડ હાઈ ક્લોઝિંગ જોવા મળ્યું.

UNGAમાં બોલ્યા ટ્રમ્પ

ટ્રમ્પે UNGAમાં 37 મિનિટનું ભાષણ આપ્યું. ઈરાન પર ટૂંકમાં જ મોટો નિર્ણય લેવાના સંકેત છે. મિડ-ટર્મ ચૂંટણી બાદ ઈરાન સાથે ડીલ શક્ય છે. ઈરાન ચૂંટણીમાં મારા પ્રદર્શનની રાહ જોઈ રહ્યું છે. ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક સાથે કરાર કર્યા. US, યુરોપની રક્ષા માટે જરૂરી પગલા લીધા છે. અમેરિકામાં કમ્યુનિઝમ ક્યારેય નહીં આવે. પરંતુ ક્યુબામાં આઝાદી આવશે. જરૂર પડ્યે સેનાની તાકાતનો ઉપયોગ કરીશું. ઓદ્યોગિક ક્રાંતિથી પણ મોટી હશે AIની ક્રાંતિ.


યુદ્ધ પર અપડેટ

ટ્રમ્પે કહ્યું ઈરાનના પ્રતિનિધિઓને US અધિકારી મળ્યા. બન્ને પક્ષો વચિ્ચે ઘણી સારી બેઠક થયાનો દાવો કર્યો. બેઠક 3 કલાક ચાલી અને પ્રોડક્ટિવ રહી. US તરફથી વિટકૉફ, કુશ્નરે પ્રતિનિધિત્વ કર્યું. ટૂંકમાં જ ઈરાન સાથે બીજી બેઠક થશે. ઈરાન તરફતી હજુ અધિકારીક નિવેદન નથી આવ્યું. ટ્રમ્પ ગલ્પ કોઓપરેશન કાફન્સિલને પણ મળશે.

રોયટર્સનો મોટો દાવો

સાઉદીએ ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનનું ઓપરેશન શરૂ કર્યું. રેડ-સીના યાનબૂ પોર્ટથી આજથી એક્સપોર્ટ શરૂ થઈ શકે. હુતીઓના હુમલા બાદ મહિનાની શરૂમાં પાઈપલાઈન બંધ હતી. પાઈપલાઈન સંપૂર્ણ શરૂ થતાં 6-8 સપ્તાહ લાગી શકે છે. અરામકોની રિસ્ટાર્ટ ક્ષમતા વધારવાની તૈયારી છે. ક્ષમતા વધારીને 40 લાખ BPD કરવાની તૈયારી છે.

જલ્દી શરૂ થશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ

ઈરાની અધિકારીઓએ રોયટર્સ સાથે વાત કરી. 7 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાના સંકેત છે. સૌથી પહેલા USએ નાકાબંદી હટાવવી પડશે.

ટ્રમ્પ-શી મુલાકાત પર નજર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે વોશિંગ્ટન પહોંચશે. ટ્રેડ ટેરિફ અને AI એજન્ડા પર મહત્વના મુદ્દાઓ સામેલ થયા છે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થયો. ચીનના સામાન પર USનું ઈફેક્ટિવ ટેરિફ 22.8% છે. ચીનના સ્ટીલ, એલ્યુમિનિયમ આયાત પર સૌથી વધુ ટેરિફ છે.

એશિયાઈ બજાર

બુધવારે એશિયન શેરબજારોમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી. વોલ સ્ટ્રીટ પર AI ચિપમેકર્સના શેરોમાં ઉછાળો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બજારને સપોર્ટ મળ્યો. MSCI એશિયા-પેસિફિક ઇન્ડેક્સ 0.4% વધ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.26% ચડ્યો. જાપાનના બજારો ત્રણ દિવસની રજાને કારણે બંધ રહ્યા અને ગુરુવારે ફરી ખુલશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 23, 2026 9:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.