Global Market: મોંઘવારી આંકડા બાદ અમેરિકામાં રેટ-હાઈકની આશંકાથી ગ્લોબલ માર્કેટનો મૂડ ખરાબ જોવાને મળી રહ્યો છે. ગઈકાલે USના બજારો ઘટીને બંધ થયા. S&P500 1% તો નાસ્ડેક 2 %થી વધુ તૂટ્યો. એશિયામાં પણ દબાણ જોવાને મળ્યુ. જોકે ગિફ્ટ નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી.
AI કંપનીઓના દેવા પર ચિંતા
BoAનો શેર પરિણામ બાદ 5% જેટલો ઘટ્યો. બેન્કની આવક અને EPS અનુમાનથી ઓછા છે. મની લોન્ડરિંગના આરોપો માટે $1.2 બિલિયનના દંડ છે. મોર્ગન સ્ટેનલીના શેરમાં પરિણામ બાદ 3% નો ઘટાડો જોવા મળ્યો. બેન્કની આવક અને EPS અનુમાનથી સારા છે.
હોર્મુઝમાં જહાજો પર હુમલા યથાવત્, ક્રૂડની સપ્લાય પર દબાણ જોવાને મળી રહ્યું છે. સિંગાપોરનું એક જહાજ ડૂબ્યુ, તમામ ક્રુ મેમ્બર સુરક્ષિત છે. ઓક્ટોબરમાં 20 જેટલા જહાજો પર હુમલો થયો. યુદ્ધ પહેલાના સ્તરની સરખામણીએ ક્રૂડ નિકાસ 40% ઓછી છે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 41.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 4.97 ટકાના ઘટાડાની સાથે 64,375.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.02 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 3.28 ટકા ઘટીને 47,083.66 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.09 ટકાના ઘટાડાની સાથે 24,050.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 7.96 ટકા તૂટીને 5,530.55 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 63.28 અંક એટલે કે 1.68 ટકા લપસીને 3,703.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.