Global Market: નવેમ્બર સીરીઝની સારી શરૂઆતના સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsના નેટ શોર્ટ એક લાખથી નીચે આવ્યા છે. GIFT NIFTYમાં મામુલી તેજી સાથે કારોબાર શરૂ થયો છે. એશિયામાં પણ મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ વ્યાજ પર ફેડના નિર્ણય પહેલા નવા શિખરે અમેરિકાના બજાર બંધ થયા.
ગઈકાલે બજારો રેકોર્ડ સ્તરે બંધ થયા. ડાઓએ ગઈકાલે 48,000 ની સપાટીનું પરીક્ષણ કર્યું. S&P 500 એ ઇન્ટ્રાડે 6,900 ને વટાવી દીધું. યુએસ ફેડ આજે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. બજારના 99% સહભાગીઓ 0.25% દર ઘટાડાની અપેક્ષા રાખે છે.
આર્થિક વિકાસ માટે નવી નીતિ બનાવવાનો નિર્ણય છે. નીતિમાં સ્થાનિક માગ, વપરાશ વધારવા પર જોર છે. આવનાર 5 વર્ષમાં વપરાશ વધારવા પર ફોકસ રહશે. ટેક, મેન્યુફેક્ચરિંગને વધારો આપવો પહેલી પ્રાથમિકતા છે. એક્સપોર્ટ પર નિર્ભરતા ઓછી કરવા પર પણ જોર રહેશે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 57.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.04 ટકાના વધારાની સાથે 51,242.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.25 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.29 ટકા વધીને 28,308.38 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગના આજે માર્કેટ બંધ છે. જ્યારે, કોસ્પીમાં 1.35 ટકાની તેજી સાથે 4,064.41 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 11.75 અંક એટલે કે 0.29 ટકા ઉછળીને 3,999.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.