Global Market: US ટેરિફ પ્રસ્તાવ છતા ગિફ્ટ નિફ્ટી ઉપર, ગિફ્ટ નિફ્ટી 26000ને પાર | Moneycontrol Gujarati
Get App

Global Market: US ટેરિફ પ્રસ્તાવ છતા ગિફ્ટ નિફ્ટી ઉપર, ગિફ્ટ નિફ્ટી 26000ને પાર

યુએસ બજારો ગઈકાલે મિશ્ર બંધ થયા. બજારો નીચા સ્તરેથી મજબૂત રીતે રિકવર થયા. ડાઓ 1,100 પોઈન્ટ ઘટ્યા પછી 160 પોઈન્ટ વધીને બંધ થયો. S&P 500 0.25% ઘટીને બંધ થયો. Nasdaq 0.6% ઘટીને બંધ થયો.

અપડેટેડ 09:00:39 AM Nov 26, 2026 પર
Story continues below Advertisement
Global Market: નવા US ટેરિફ પ્રસ્તાવ અને ક્રૂડમાં ઉછાળો છતા ગિફ્ટ નિફ્ટી તરફથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: નવા US ટેરિફ પ્રસ્તાવ અને ક્રૂડમાં ઉછાળો છતા ગિફ્ટ નિફ્ટી તરફથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. દોઢ સો પોઈન્ટ્સ ઉપર, 26000ને પાર પહોંચ્યો. એશિયાના બજારોમાં પણ તેજી સાથેનો કારોબાર જોવાને મળી રહ્યો છે. અમેરિકાના બજારોમાં સારી રિકવરી જોવા મળી. નિચલા સ્તરેથી ડાઓ આશરે 1100 પોઈન્ટ્સ ઉપર આવ્યો. નાસ્ડેકમાં પણ આશરે 1000 પોઈન્ટ્સની રિકવરી જોવા મળી.

યુએસ બજારની સ્થિતિ

યુએસ બજારો ગઈકાલે મિશ્ર બંધ થયા. બજારો નીચા સ્તરેથી મજબૂત રીતે રિકવર થયા. ડાઓ 1,100 પોઈન્ટ ઘટ્યા પછી 160 પોઈન્ટ વધીને બંધ થયો. S&P 500 0.25% ઘટીને બંધ થયો. Nasdaq 0.6% ઘટીને બંધ થયો.


ટ્રમ્પનો નવો ટેરિફ બોમ

ભારત પર ડીલ થવા પર 17% ટેરિફનો પ્રસ્તાવ છે. ભારત પર ચીલ, બાંગ્લાદેશ, વિયતનામ કરતા ઓછા ટેરિફ છે. EU સહિત કુલ 14 અર્થવ્યવસ્થાઓ પર ટેરિફ છે. USTR એ તપાસ બાદ લિસ્ટ તૈયાર કરી છે.

USTRની તપાસ

US ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવએ માર્ચમાં તપાસ શરૂ કરી હતી. ઓવર પ્રોડક્શનને વધારો આપવા આરોપની તપાસ છે. ઓવર પ્રોડક્શનથી USના પ્રભાવિત થવાની તપાસ છે. જાન્યુઆરી 2027 પહેલા પ્રસ્તાવ લાગૂ થઈ શકે છે.

CNBCને બોલ્યા જેમીસન ગ્રીર

USના પ્રોડક્ટ્સને નુકસાન પહોંચાડવાવાળી વસ્તુંઓ પર નિશાનો છે. ટેરિફનો નિશાનો ઓવર કેપેસિટી અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પર છે. ભારતના સામાન પર 25 ટકા ટેરિફ પ્રસ્તાવિત છે. ટ્રેડ ડીલ થવા પર ટેરિફ ઘટાડી 17 ટકા થઈ શકે છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 36.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.64 ટકાના વધારાની સાથે 31,286.70 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.27 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.11 ટકા વધીને 16,199.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.12 ટકાના ઘટાડાની સાથે 19,654.38 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.71 ટકાની તેજી સાથે 2,575.25 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 21.07 અંક એટલે કે 0.64 ટકા લપસીને 3,275.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 26, 2026 9:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.