ભારતીય બજારો માટે આજે પણ નબળા સંકેતો, FIIsની કેશ અને વાયદા બન્નેમાં મળીને 4657 કરોડની વેચવાલી, GIFT NIFTY ફ્લેટ, એશિયામાં દબાણ | Moneycontrol Gujarati
Get App

ભારતીય બજારો માટે આજે પણ નબળા સંકેતો, FIIsની કેશ અને વાયદા બન્નેમાં મળીને 4657 કરોડની વેચવાલી, GIFT NIFTY ફ્લેટ, એશિયામાં દબાણ

એશિયામાં દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ ગ્રીનલેન્ડ પર ડોનલ્ડ ટ્રમ્પની વધતી ભાષણબાજી અને ટ્રેઝરી યીલ્ડ વધવાથી US માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી. ડાઓ જોન્સ આશરે 900 પોઇન્ટ્સ તૂટ્યો, નાસ્ડેક અને S&P પણ 2 ટકાથી વધારે નીચે કારોબાર કરી રહ્યો છે.

અપડેટેડ 09:11:47 AM Jan 21, 2026 પર
Story continues below Advertisement
Global Market: ભારતીય બજારો માટે આજે પણ નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજારો માટે આજે પણ નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે, FIIsની કેશ અને વાયદા બન્નેમાં મળીને 4657 કરોડની વેચવાલી જોવા મળી. GIFT NIFTYમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયામાં દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ ગ્રીનલેન્ડ પર ડોનલ્ડ ટ્રમ્પની વધતી ભાષણબાજી અને ટ્રેઝરી યીલ્ડ વધવાથી US માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી. ડાઓ જોન્સ આશરે 900 પોઇન્ટ્સ તૂટ્યો, નાસ્ડેક અને S&P પણ 2 ટકાથી વધારે નીચે કારોબાર કરી રહ્યો છે.

US બજારની સ્થિતિ

ગઈકાલે, બજારમાં ત્રણ મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સ્ટોક્સ, બોન્ડ્સ અને ડોલરમાં ગઈકાલે દબાણનો અનુભવ રહ્યો. VIX 20 ને વટાવી ગયો, નવેમ્બર પછીના તેના ઉચ્ચતમ સ્તર પર છે. 10-વર્ષના બોન્ડ યીલ્ડ ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા. બિટકોઈન $90,000ની નીચે સરક્યો. સોનું $4,750થી ઉપર, ચાંદી $95/ઔંસની નજીક છે.


ટ્રમ્પ ટેરિફ પર US સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેસની ફરીથી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો.

ડેનમાર્કના પેન્શન ફંડનો મોટો નિર્ણય

AkademikerPension એ US ટ્રેઝરી બોન્ડ્સમાંથી બહાર નીકળ રહ્યાં છે. Anders Schelde પેન્શન ફંડના ચીફ છે. USનું વધતું દેવું પણ બોન્ડ વેચવાનું એક મુખ્ય કારણ છે. આ નિર્ણય ગ્રીનલેન્ડ મુદ્દા સાથે સીધો સંબંધિત નથી.

Neilsenનો ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ

ટેરિફ ધમકીઓથી દબાણમાં નહીં આવે. ગ્રીનલેન્ડ પોતાના નિર્ણયો જાતે લેશે. સમ્માન અને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે વાતચીત ઇચ્છે છે. ગ્રીનલેન્ડના વડા પ્રધાન Jens-Frederik Neilsen.

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પ

આપણે જોઈશું કે હું ક્યાં સુધી જઈ શકું છું. ગ્રીનલેન્ડ અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. આખરે, બધું આપણા પક્ષમાં થશે. UKનું આ પગલું એક મોટી મૂર્ખાઈ છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન ટૂંક સમયમાં સત્તામાંથી બહાર થઈ જશે.

જાપાનમાં ગભરાટ

30 અને 40 વર્ષના બોન્ડ યીલ્ડ એક જ દિવસમાં 0.25% વધ્યા. ઉચ્ચ-ગ્રેડ કોર્પોરેટ બોન્ડ પર સરેરાશ યીલ્ડ પણ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી. સરકારના નાણાકીય સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ વધી. અચાનક ચૂંટણીની અટકળોએ વેચવાલી વધુ વેગ આપ્યો.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 10 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.44 ટકાના ઘટાડાની સાથે 52,758.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.44 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.91 ટકા ઘટીને 31,470.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.08 ટકાના ઘટાડાની સાથે 26,465.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.10 ટકા તૂટીને 4,880.80 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.45 અંક એટલે કે 0.16 ટકા ઉછળીને 4,120.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 21, 2026 8:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.