Global Market: ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની સતત છઠ્ઠા દિવસે કેશમાં વેચવાલી જોવા મળી. GIFT NIFTY આશરે 100 પોઇન્ટ્સ નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. એશિયામાં પણ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ AI કંપનીઓને લઈ વધતી ચિંતા અને employmentના આંકડાથી US INDICESમાં મોટો ઘટાડો થયો. નાસ્ડેક સૌથી વધારે આશરે 2 ટકા ઘટ્યો.
ઓક્ટોબરમાં છટણીનો આંકડો 1.53 મિલિયનને વટાવી ગયો. મહિના દર મહિનાના આધારે છટણીમાં 183% અને વર્ષ દર વર્ષના આધારે 175% નો વધારો થયો. 2003 પછી છટણીની સૌથી વધુ સંખ્યા છે. ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સંખ્યા સૌથી વધુ છે.
10 ડિસેમ્બરથી વ્યાજદરો પર નિર્ણય લેશે ફેડ. 71% લોકોને દરોમાં 0.25% કાપની આશા છે.
ટ્રેડ ડીલ પર બોલ્યા ટ્રમ્પ
ટ્રેડ ડીલ પર ભારત સાથે સારી વાતચીત ચાલી રહી છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કર્યું. PM મોદી મારા મિત્ર અને અમે વાત કરતા રહીએ છીએ. શક્ય છે કે આવતા વર્ષે હું ભારતની મુલાકાત લઉ.
એલન મસ્કને મળશે $1 ટ્રિલિયનનો પગાર. ટેસ્લાના શેરહોલ્ડર્સે વધારાને મંજૂરી આપી. 75% શેરહોલ્ડર્સનું વધારાના પક્ષમાં મતદાન થયુ.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 94.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.20 ટકાના ઘટાડાની સાથે 49,763.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.47 ટકા ઘટીને 27,769.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.84 ટકાના ઘટાડાની સાથે 26,263.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.57 ટકા તૂટીને 3,922.80 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.42 અંક એટલે કે 0.11 ટકા લપસીને 4,003.34 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.