Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ
જોકે FIIsની કેશ અને વાયદા બન્ને મળીને 4200 કરોડ રૂપિયાથી વધુની ખરીદદારી થઈ રહી છે. ત્યાંજ USના બજારોમાં ગઈકાલે સામાન્ય દબાણ જોવા મળ્યું, સવારે એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે.
Global Market: બજારના સેન્ટિમેન્ટ નબળા ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટ્સનું દબાણ જોવાને મળી રહ્યું છે.
Global Market: બજારના સેન્ટિમેન્ટ નબળા ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટ્સનું દબાણ જોવાને મળી રહ્યું છે. જોકે FIIsની કેશ અને વાયદા બન્ને મળીને 4200 કરોડ રૂપિયાથી વધુની ખરીદદારી થઈ રહી છે. ત્યાંજ USના બજારોમાં ગઈકાલે સામાન્ય દબાણ જોવા મળ્યું, સવારે એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે.
US બજારની સ્થિતિ
UnitedHealthએ EPS ગાઈડન્સ વધાર્યું, શેર ફ્લેટ બંધ થયા છે. Q3ના પરિણામ સાથે બેન્કિંગ સેક્ટરમાં મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. J&Jમાં નરમાશને કારણે હેલ્થકેરમાં દબાણ દેખાયુ. ચિપ કંપનીઓમાં સતત પાંચમા દિવસે ઘટાડો આવ્યો.
મોટી બેન્કોના પરિણામ
Q3માં JPMorgan, Citigroupના લોન ગ્રોથ રેકોર્ડ સ્તરે પહોંચી. Q3માં Wells Fargoનો લોન ગ્રોથ પણ રેકોર્ડ સ્તરે પહોંચી. ઊંચા વ્યાજદર છતાં ગ્રાહકો લોન લઈ રહ્યા છે.
જોન વિલિયમ્સનું નિવેદન
ન્યૂયોર્ક ફેડના પ્રેસિડેન્ટ જોન વિલિયમ્સનું નિવેદન છે. આ વર્ષે વધુ એક વ્યાજ દર વધારાનું સમર્થન આપ્યુ. હાલમાં 2027માં વ્યાજ વધારવાની જરૂર નથી લાગતી. વધુ એક વ્યાજ દર વધારાનો મારો મત નથી બદલાયો.
ક્રિસ્ટોફર વૉલરનું નિવેદન
અમેરિકન ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરનું નિવેદન છે. લાંબાગાળાના ટ્રેઝરી યીલ્ડ વધવાને કારણે માગ પર દબાણ જોવા મળ્યુ. ઓટો અને હાઉસિંગ જેવા સેક્ટરમાં માગ ઘટી રહી છે. ફેડનો ઈરાદો નથી, પણ યીલ્ડ પર અસર છે. ઉપલા સ્તરે રહેલી યીલ્ડ કડક પૉલિસીનું કામ કરી રહી છે.
ક્રૂડમાં ફરી કારોબાર
ક્રૂડનો ભાવ $107ને પાર નિકળ્યો. સાઉદી અને હુતિઓ વચ્ચે સંઘર્ષ વધ્યો. પશ્ચિમ એશિયા તણાવથી સપ્લાય સંકટ વધવાની આશંકા છે. કાલે હુતિઓએ અરામકો હેક્વાર્ટર પર મિસાઈલ છોડી. સાઉદી નેતૃત્વવાળા ગઠબંધનનું યમનમાં જવાબી અભિયાન. તેહરાને સ્ટ્રેટથી સાર થતા ટેન્કરો પર હુમલા વધાર્યા. 19 મિલિયન બેરલથી વધુ ક્રૂડની અવરજવર જોવા મળી.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 83.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.73 ટકાના વધારાની સાથે 68,270.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.03 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.44 ટકા વધીને 49,039.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.05 ટકાના વધારાની સાથે 24,358.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.91 ટકાની તેજી સાથે 6,152.97 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.88 અંક એટલે કે 0.18 ટકા ઉછળીને 3,807.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.