Global News: ઈરાન-US વચ્ચે સુમેળના પ્રયત્નો, ભારતીય બજારો માટે ખરાબ સંકેતો | Moneycontrol Gujarati
Get App

Global News: ઈરાન-US વચ્ચે સુમેળના પ્રયત્નો, ભારતીય બજારો માટે ખરાબ સંકેતો

ભારતીય બજારો માટે ખરાબ સંકેતો જોવાને મળી રહ્યા છે. BSEની મંથલી કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરીના દિવસે ગિફ્ટી નિફ્ટી આશરે 100 અંક નીચે કારોબાર કરી રહી છે. FIIsની આશરે 2300 કરોડની નેટ વેચવાલી જોવા મળી. નેટ શોર્ટ કૉન્ટ્રેક્ટ પણ વધ્યા.

અપડેટેડ 08:57:25 AM Aug 27, 2026 પર
Story continues below Advertisement
Global Market: BSEની મંથલી કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરીના દિવસે ગિફ્ટી નિફ્ટી આશરે 100 અંક નીચે કારોબાર કરી રહી છે.

ઈરાન-US વચ્ચે સુમેળના પ્રયત્નો વધુ ઝડપી બન્યા, કતારના PMની તેહરાન યાત્રાથી શાંતિની જાગી આશા, ટ્રમ્પે કહ્યું- ઈરાન પર આર્થિક અને મિલિટ્રી બન્ને પગલાં અસરકારક, વાતચીતને લઈ કોઈ ઉતાવળ નથી.

ભારતીય બજારો માટે ખરાબ સંકેતો જોવાને મળી રહ્યા છે. BSEની મંથલી કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરીના દિવસે ગિફ્ટી નિફ્ટી આશરે 100 અંક નીચે કારોબાર કરી રહી છે. FIIsની આશરે 2300 કરોડની નેટ વેચવાલી જોવા મળી. નેટ શોર્ટ કૉન્ટ્રેક્ટ પણ વધ્યા.

NVIDIA Q2 FY27 પરિણામ


કંપનીએ રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ. Q2માં આવક, EPS બન્ને અનુમાનથી સારા. Q3 આવક ગાઈડેન્સ $108 બિલિયન, 2%નો ઉતાર-ચઢાવ સંભવ છે.

પરિણામ પર CFO કોલેટ ક્રેસ

FY28માં આવક ગ્રોથ 70% રહેવાનું અનુમાન છે. ગ્રાહકોના અનુમાન મુજબ આવતા વર્ષે બમણા ગ્રોથની અપેક્ષા છે. સપ્લાઈની અછતથી અનુમાન પર અસર રહેશે.

US ફ્યૂચર્સમાં તેજી

ડાઓ ફ્યૂચર્સ 250 પોઈન્ટ્સથી વધુ ઉપર છે. નાસ્ડેક ફ્યૂચર્સ 300 પોઈન્ટ્સથી વધુ ઉપર છે. NVIDIAના સારા પરિણામથી બજારને સપોર્ટ મળ્યો. Salesforceના પરિણામથી પણ સેન્ટિમેન્ટ સુધર્યા.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર સમજૂતી

ઈરાન-ઓમાન વચ્ચે આવક શેરિંગ સમજૂતી થઈ. સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી થતી આવકની વહેંચણી અંગે સમજૂતી થઈ.

સમજૂતી પર IRGC

અમેરિકા પ્રક્રિયામાં અવરોધ નાખી રહ્યું છે. અમેરિકાના કારણે પ્રક્રિયામાં વિલંબ થશે.

ક્યાં છે ચિંતા?

માત્ર હોર્મુઝ ફરી ખોલવું પુરતું નથી. બન્ને દેશોની આવકમાં હિસ્સેદારી હજૂ સ્પષ્ટ નથી.

ઈરાને દાવાઓને નકારી કાઢ્યા

ઈરાને ટ્રમ્પના માઈન વાળા દાવાને નકાર્યો. ઈરાને કહ્યું વિસ્ફોટકોની જગ્યા માત્ર અમને ખબર છે.

ટ્રમ્પની ઈરાનને ધમકી

ટ્રમ્પે કહ્યું ક્યારેક રોકેટ કે ડ્રોન હુમલો થશે. ટ્રમ્પ મુજબ હોર્મુઝ હજૂ પણ ખુલ્લું છે.

સ્ટ્રેટ પર Kplerની રિપોર્ટ

મંગળવારે 5 જહાજો હોર્મુઝથી પસાર થયા. 10 દિવસની સરેરાશ 15 જહાજ છે.

અલ જઝીરાથી બોલ્યા ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે વાતચીતની ઉતાવળ નથી. આર્થિક અને લશ્કરી બંને પગલાં અસરકારક છે. બન્ને પગલાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યા છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 35.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.11 ટકાના વધારાની સાથે 66,335.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.71 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.94 ટકા વધીને 46,265.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.51 ટકાના ઘટાડાની સાથે 25,524 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.03 ટકાની તેજી સાથે 6,946.00 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 24.11 અંક એટલે કે 0.62 ટકા ઉછળીને 3,936.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2026 8:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.