નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે સારા સંકેતો, FIIsની કેશમાં વેચવાલી, પણ વાયદામાં થોડી કવરિંગ
રશિયા પર નવા પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહ્યું છે EU. રશિયન બેન્ક, કંપનીઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છે. રશિયન પેમેન્ટ સિસ્ટમ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ સિસ્ટમ, ક્રિપ્ટો એક્સચેન્જ પર પ્રતિબંધ શક્ય છે. અમેરિકા અને EU મળીને પ્રતિબંધ લગાવી શકે છે.
Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.
Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં વેચવાલી જોવાને મળી રહી છે પણ વાયદામાં થોડી કવરિંગ જોવા મળી. GIFT NIFTYમાં આશરે 50 પોઇન્ટ્સની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. એશિયામાં નવા શિખરે પહોંચ્યું જાપાનનું નિક્કેઈ, ત્યાંજ વ્યાજ દરમાં 2 થી વધુના કાપની આશાએ અમેરિકાના બજારમાં જોવા મળ્યો મામુલી ઉછાળો. S&P500 રેકોર્ડ સ્તરે બંધ થયો. ટેક શેરોમાં તેજી આવતા નાસ્ડેકમાં વધારો થયો.
બજારમાં તેજીના કારણો
ફેડ 17 સપ્ટેમ્બરે વ્યાજ દરો પર નિર્ણય લેશે. 90% લોકો દરમાં 0.25% ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. નબળા રોજગાર ડેટા દર ઘટાડાની આશા તરફ દોરી જાય છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી બજારને ટેકો મળ્યો.
અમેરિકામાં બદલશે સ્થિતિ?
22V રિસર્ચમાં વર્ષના અંત સુધીમાં S&P500 7000 પહોંચશે. મોર્ગન સ્ટેનલીનું કહેવુ છે કે ભવિષ્યમાં અસ્થિરતા છતાં પણ તેજી શક્ય છે. ગોલ્ડમેન સૅક્સે કહ્યું સ્મોલકેપ શેર્સમાં તેજી યથાવત્ રહેવાની આશા છે. યુબીએસે કહ્યું જાન્યુઆરી 2026 સુધી દરોમાં 1% કાપની આશા છે. જેપી મોર્ગને કહ્યું કે ફેડના નિર્ણયતી વેચવાલી શરૂ થઈ શકે છે.
રશિયા પર પ્રતિબંઘ?
રશિયા પર નવા પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહ્યું છે EU. રશિયન બેન્ક, કંપનીઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છે. રશિયન પેમેન્ટ સિસ્ટમ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ સિસ્ટમ, ક્રિપ્ટો એક્સચેન્જ પર પ્રતિબંધ શક્ય છે. અમેરિકા અને EU મળીને પ્રતિબંધ લગાવી શકે છે.
ફ્રાંસમાં સંકટ
ફ્રાંસ્વા બાયરુએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું. સંસંદમાં વિશ્વાસ મત હારી જતા રાજીનામુ આપ્યું. એક વર્ષમાં બીજી વખત ફ્રાંસમાં સરકાર પડી. બાયરુને 364માંથી માત્ર 194 મત મળ્યા.
એપ્પલ મેગા ઈવેન્ટ
આજે લોન્ચ થઈ શકે છે iPhone17. એપ્પલ વૉચનું નવુ વર્ઝન રજૂ થઈ શકે છે. વિઝન પ્રો હેડસેટ પરથી પણ પડદો ઉઠશે.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 53 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.14 ટકાના વધારાની સાથે 43,705.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.30 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.89 ટકા વધીને 24,766.61 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.12 ટકાના મજબૂતીની સાથે 25,921.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.06 ટકાની તેજી સાથે 3,254.05 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.00 અંક એટલે કે 0.16 ટકા લપસીને 3,820.84 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.