IT સેક્ટરના દમ પર શેરબજારમાં શાનદાર કમબેક, Sensex 400 પોઈન્ટ ઉછળ્યો, જાણો Nifty 24100 પાર થવાના 4 મોટા કારણો | Moneycontrol Gujarati
Get App

IT સેક્ટરના દમ પર શેરબજારમાં શાનદાર કમબેક, Sensex 400 પોઈન્ટ ઉછળ્યો, જાણો Nifty 24100 પાર થવાના 4 મોટા કારણો

Share Market Rally: શેરબજારમાં શાનદાર કમબેક! IT સેક્ટરના મજબૂત સપોર્ટ અને અમેરિકા-ઈરાન વાટાઘાટોની પોઝિટિવ અસરથી Sensex 400 પોઈન્ટ ઉછળ્યો અને Nifty 24100 ને પાર. જાણો માર્કેટમાં તેજીના 4 મુખ્ય કારણો.

અપડેટેડ 10:59:57 AM Jun 22, 2026 પર
Story continues below Advertisement
Share Market Rally: શેરબજારમાં શાનદાર કમબેક!

Share Market Rally: ગઈકાલના ઘટાડા બાદ આજે સ્થાનિક શેરબજારમાં (Share Market) રોકાણકારો માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં થયેલા નુકસાનમાંથી બહાર આવીને આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty 50) બંનેએ જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. ખાસ કરીને IT સેક્ટરના મજબૂત ટેકાએ માર્કેટમાં નવો જીવ ફૂંક્યો છે.

માર્કેટની હાલની સ્થિતિ

અગાઉ 19 જૂનના રોજ સેન્સેક્સ 607.08 પોઈન્ટ્સ (0.78%) ના ઘટાડા સાથે 76802.90 પર અને નિફ્ટી 154.90 પોઈન્ટ્સ (0.64%) ની પડતી સાથે 24013.10 પર બંધ થયો હતો. પરંતુ આજે સવારે બજાર ખુલતા જ સ્થિતિ બદલાઈ ગઈ.

સવારે 10:00 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સ 413.73 પોઈન્ટ્સ એટલે કે 0.54% વધીને 77216.63 ના લેવલ પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 133.50 પોઈન્ટ્સ (0.56%) ના ઉછાળા સાથે 24146.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં તો સેન્સેક્સે 77249.27 અને નિફ્ટીએ 24148.70 ની ઊંચાઈને સ્પર્શ કરી લીધો હતો. આ ઉપરાંત, બ્રોડર માર્કેટમાં પણ ભારે ખરીદી જોવા મળી રહી છે, જેમાં નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 માં અડધા ટકાથી વધુનો ઉછાળો છે.

શેરબજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળ મુખ્યત્વે 4 કારણો જવાબદાર છે:


1. અમેરિકા અને ઈરાન વચ્ચે પોઝિટિવ વાટાઘાટો

કતાર અને પાકિસ્તાન દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. જેમાં આગામી 60 દિવસમાં અંતિમ કરાર કરવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની ચીમકી આપી હતી, પરંતુ હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શાંતિ કરાર માટે ઈરાની અધિકારીઓ સાથે મુલાકાત કરતા રોકાણકારોના મનમાંથી યુદ્ધનો ડર ઘટી ગયો છે.

2. કાચા તેલ (Crude Oil) ના ભાવમાં ઘટાડો

ગ્લોબલ લેવલે જિયો-પોલિટિકલ ટેન્શન ઓછું થવાથી બજારને મોટી રાહત મળી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી તેલનો સપ્લાય ફરી નોર્મલ થવાની આશાને કારણે કાચું તેલ સસ્તું થયું છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ 1% થી વધુ તૂટીને $79 પ્રતિ બેરલની નીચે આવી ગયા છે, જે ભારતીય અર્થતંત્ર અને બજાર માટે સીધો ફાયદો છે.

3. IT સેક્ટરનો જબરદસ્ત સપોર્ટ

આજે આખા બજારનો ભાર IT સેક્ટરે પોતાના ખભા પર ઉઠાવી લીધો છે. શરૂઆતી કારોબારમાં નિફ્ટી IT ઈન્ડેક્સ 1% થી વધુ મજબૂત રહ્યો. FMCG અને PSU બેન્કોમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું હોવાથી તે ઈન્ડેક્સ લાલ નિશાનમાં જતા રહ્યા હતા, પરંતુ IT સેક્ટરની શાનદાર ખરીદીએ માર્કેટને પડવા ન દીધું અને તેજી જાળવી રાખી.

4. એશિયન બજારોનો સકારાત્મક માહોલ

માત્ર ભારતીય બજાર જ નહીં, પરંતુ સમગ્ર એશિયન બજારોમાં આજે રોનક છવાયેલી છે. તાઈવાનના તાઈવાન વેઈટેડ ઈન્ડેક્સમાં લગભગ 3% નો મોટો ઉછાળો છે. જ્યારે જાપાનના નિક્કેઈ 225 માં 2% થી વધુ અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.5% નો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને થાઈલેન્ડનો ઈન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં છે, જેની સીધી સકારાત્મક અસર સ્થાનિક માર્કેટ પર પડી છે.

ટૂંકમાં કહીએ તો ગ્લોબલ માર્કેટના સારા સમાચાર, ક્રૂડ ઓઈલમાં રાહત અને IT શેરોમાં રોકાણકારોના વિશ્વાસને કારણે દલાલ સ્ટ્રીટમાં આજે ફરીથી લીલોતરી છવાઈ ગઈ છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો બજાર હજુ પણ નવા રેકોર્ડ બનાવી શકે છે.

આ પણ વાંચો- ટ્રેડિંગ પ્લાન: નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ પછી ફરી આવશે તેજી? જાણો એક્સપર્ટની લેટેસ્ટ સ્ટ્રેટેજી અને ટાર્ગેટ

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 22, 2026 10:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.