Global Market: GST કાપની જાહેરાતથી ભારતીય બજારોની સારી શરૂઆતના સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફટ નિફ્ટી આશરે 150 અંક ઉપર કારોબાર કરી રહ્યા છે. મોટાભાગના એશિયાના બજારોમાં પણ તેજી જોવાને મળી રહી છે. કાલે યુએસ માર્કેટ મિશ્ર બંધ થયા.
Global Market: GST કાપની જાહેરાતથી ભારતીય બજારોની સારી શરૂઆતના સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફટ નિફ્ટી આશરે 150 અંક ઉપર કારોબાર કરી રહ્યા છે. મોટાભાગના એશિયાના બજારોમાં પણ તેજી જોવાને મળી રહી છે. કાલે યુએસ માર્કેટ મિશ્ર બંધ થયા.
અમેરિકન બજારોની સ્થિતિ
ગઈકાલે બજારો મિશ્ર બંધ થયા. S&P500, Nasdaq લીલા રંગમાં બંધ થયા. ડાઓ જોન્સ આછા લાલ રંગમાં બંધ થયા.
USમાં આવશે મંદી?
UBS એ કહ્યું હાર્ડ ડેટાથી મંદીની 93% સંભાવના છે. 93% સંભાવના છતા મંદીના સંકેતો નહીં. 2026થી સુધારા સાથે ધીમા ગ્રોથની આશા છે.
ટ્રમ્પ લગાવશે વધુ ટેરિફ?
નવા શિપિંગ નિયમોને મંજૂર મળવા પર ટેરિફ સંભવ છે. US સરકાર ટેરિફ લગાવવા પર વિચારી રહી છે. નવા નિયમોને ન માનનાર પર ટેરિફ લગાવશે. વીઝા પ્રતિબંધ, પોર્ટ લેવી પણ લગાવવાનો વિચાર છે. જહાજોમાંથી થતા CO2 ઉત્સર્જન પર ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે. નવા નિયમોને IMO પાસેથી આવતા મહિને મંજૂરી મળશે. IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન.
આજે ક્યાં રહેશે નજર?
ADP ઇમ્પ્યોલમેન્ટના આંકડા આવશે. ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા આવશે. ટ્રેડ ડેફિસેટ, સર્વિસ PMIના આંકડા આવશે. US ફેડના 2 અધિકારીઓ ભાષણ આપશે.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 137.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.38 ટકાના વધારાની સાથે 42,516 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.20 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.76 ટકા વધીને 24,283.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.03 ટકાના ઘટાડાની સાથે 25,083.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.39 ટકાની તેજી સાથે 3,196.93 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 65.25 અંક એટલે કે 1.74 ટકા લપસીને 3,748.31 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.