શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, જાણો એક્સપર્ટની શું છે સલાહ? | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, જાણો એક્સપર્ટની શું છે સલાહ?

Share Market: શેરબજારમાં આજે ભારે વેચવાલી નોંધાઈ. સેન્સેક્સ 415 અને નિફ્ટી 150 પોઈન્ટ તૂટ્યો. રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં કડાકો. જાણો માર્કેટ પર એક્સપર્ટનો શું છે અભિપ્રાય.

અપડેટેડ 03:35:14 PM Feb 27, 2026 પર
Story continues below Advertisement
Share Market: શેરબજારમાં આજે ભારે વેચવાલી નોંધાઈ.

Share Market: આજના શેરબજારમાં ચારેકોર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટના નબળા સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. બજારમાં દબાણ એટલું છે કે નિફ્ટીએ આજે તેનું 200 DMA (ડેઈલી મૂવિંગ એવરેજ) નું એકદમ મહત્વનું લેવલ તોડી નાખ્યું છે.

બેન્ક નિફ્ટીમાં 450 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે. બજાર પર દબાણ વધારવામાં ICICI Bank, Bharti Airtel, HDFC Bank અને M&M જેવા દિગ્ગજ શેરોનો મોટો હાથ છે. લાર્જકેપની સાથે-સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ આજે નબળા દેખાઈ રહ્યા છે.

કયા સેક્ટરમાં છે સૌથી વધુ કડાકો?

કેપિટલ માર્કેટ અને રિયલ્ટી શેરોમાં આજે સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. આ બંને ઇન્ડેક્સ 1.75 ટકા જેટલા તૂટ્યા છે. કેપિટલ માર્કેટની વાત કરીએ તો એન્જલ વન (Angel One) અને CAMS ના વાયદા 4 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર્સ બન્યા છે. આ ઉપરાંત FMCG અને ઓટો શેરો પણ દબાણ હેઠળ છે.

નાની NBFC કંપનીઓ જેવી કે UJJIVAN SFB, UTKARSH SFB, L&T FIN અને CREDIT ACCESS GRAMEEN માં પણ મોટો કડાકો બોલાયો છે. આ પાછળનું મુખ્ય કારણ બિહાર સરકાર દ્વારા પાસ કરાયેલું 'માઇક્રો ફાઇનાન્સ રેગ્યુલેશન બિલ' છે. આ બિલ મુજબ હવે રાજ્યમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને લોન રિકવરી માટે અપનાવાતા ખોટા રસ્તાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.


સાથે જ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર પણ દબાણ છે. મણપ્પુરમ અને મુથૂટ ફાઇનાન્સ 3 ટકા સુધી તૂટી છે, જ્યારે IIFL ફાઇનાન્સમાં પણ 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આશાનું કિરણ: ઓટો અને IT સેક્ટર

એક તરફ બજારમાં કડાકો છે, તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનાના ઓટો વેચાણના આંકડા મજબૂત રહેવાની શક્યતા છે.

હીરો મોટોકોર્પ 34 ટકાના સેલ્સ ગ્રોથ સાથે ટોપ પર રહી શકે છે.

બજાજ ઓટો અને TVS મોટરમાં 26 થી 29 ટકા, ટાટા મોટર્સના PV અને CV માં 28 થી 37 ટકા તેમજ અશોક લેલેન્ડમાં 23 ટકા જેટલો ગ્રોથ જોવા મળી શકે છે.

આ ઉપરાંત IT શેરોમાં સતત ત્રીજા દિવસે રિકવરી જોવા મળી છે. IT ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ ઉછળ્યો છે. ઇન્ફોસિસ અને HCL ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ છે. એમ્ફેસિસ (Mphasis), OFSS અને ટાટા ટેકમાં પણ હળવો વધારો નોંધાયો છે.

એક્સપર્ટની શું છે સલાહ?

સ્વાસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરના જણાવ્યા અનુસાર, બજારમાં આ ઘટાડો ગ્લોબલ રિસ્ક, પ્રોફિટ બુકિંગ અને વિદેશી રોકાણકારોની ઓછી ભાગીદારીને કારણે છે.

અમેરિકાના બોન્ડ યીલ્ડમાં વધારો, વ્યાજદરો અંગે અસમંજસ અને અમેરિકા-ઈરાન વચ્ચેના ટેન્શનને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટ બજારના સેન્ટિમેન્ટને ખરાબ કરી રહી છે. બીજી તરફ, AI ના ઝડપી ઉપયોગને કારણે પરંપરાગત IT કંપનીઓના ભવિષ્યના રેવેન્યુ પર પણ અસર પડી શકે છે.

હાલના માહોલમાં રોકાણકારોએ ગભરાવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે. અત્યારે પોતાની મૂડી (Capital) બચાવવા પર ધ્યાન આપવું જોઈએ અને ‘વેઇટ એન્ડ વોચ' (રાહ જુઓ અને જુઓ) ની નીતિ અપનાવવી જોઈએ. આગામી દિવસોમાં બજારની દિશા ગ્લોબલ બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઇલ, રૂપિયાની ચાલ અને US ફેડ રિઝર્વની પોલિસી પર નિર્ભર રહેશે. ત્યાં સુધી બજાર એક નિશ્ચિત દાયરામાં (Range-bound) ટ્રેડ કરી શકે છે.

આ પણ વાંચો- ભારતીય IT કંપનીઓની પડતી માટે તેઓ પોતે જ જવાબદાર! જાણો શેરબજારમાં હવે ક્યાં રોકાણ કરવાથી થશે મોટો ફાયદો?

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 27, 2026 3:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.