Hero Motors Share: 20% ઉછળ્યા બાદ અપર સર્કિટ, માત્ર 2 દિવસમાં શેર 40% તેજ | Moneycontrol Gujarati
Get App

Hero Motors Share: 20% ઉછળ્યા બાદ અપર સર્કિટ, માત્ર 2 દિવસમાં શેર 40% તેજ

Hero Motorsના શેરમાં 24 સપ્ટેમ્બરે 20%નો ઉછાળો આવીને ₹118 પર અપર સર્કિટ લાગી હતી. આ સાથે બે દિવસમાં શેરનો ઉછાળો 40%થી વધુ થયો છે. IPOમાં શેર ₹84ના ભાવે ઇશ્યૂ થયો હતો, જ્યારે લિસ્ટિંગ ₹82 પર થયું હતું. એનાલિસ્ટ્સે કંપનીના ડાયવર્સિફાઇડ પાવરટ્રેન પોર્ટફોલિયો અને ટેક્નોલોજી ક્ષમતાને મજબૂત પાસું ગણાવ્યું છે, જ્યારે ઊંચા વેલ્યુએશન અને ક્લાયન્ટ કન્સન્ટ્રેશનને જોખમ ગણાવ્યું છે.

અપડેટેડ 03:02:04 PM Sep 24, 2026 પર
Story continues below Advertisement
Hero Motorsના શેરમાં ધમાકેદાર તેજી! શેરોમાં 20% ઉછળીને લાગી અપર સર્કિટ, માત્ર 2 દિવસમાં 40% થી વધુનો ઉછાળો જોવા મળ્યો.

Hero Motors Share Price: હિરો મોટર્સના શેરમાં 24 સપ્ટેમ્બરે પણ જોરદાર તેજી જોવા મળી હતી. શેર મજબૂત શરૂઆત બાદ 20% સુધી ઉછળીને ₹118ના સ્તરે પહોંચ્યો. ત્યારબાદ શેરમાં અપર સર્કિટ લાગી હતી.

હિરો મોટર્સના શેરનું લિસ્ટિંગ 23 સપ્ટેમ્બરે થયું હતું. કંપનીએ IPOમાં રોકાણકારોને ₹84 પ્રતિ શેરના ભાવે શેર ઇશ્યૂ કર્યા હતા, જ્યારે શેરનું લિસ્ટિંગ 2.38% ડિસ્કાઉન્ટ સાથે ₹82 પર થયું હતું. જોકે, લિસ્ટિંગ બાદ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે.

બે દિવસમાં 40%થી વધુનો ઉછાળો


Hero Motorsના શેરમાં માત્ર બે ટ્રેડિંગ સેશનમાં 40%થી વધુનો ઉછાળો આવ્યો છે. આ તેજીથી IPOમાં રોકાણ કરનારા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કાંતિલાલ છગનલાલ સિક્યુરિટીઝના મહેશ એમ. ઓઝાના જણાવ્યા અનુસાર, હિરો મોટર્સનું પાવરટ્રેન પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ છે. કંપની ટેક્નોલોજીના મામલે પણ મજબૂત સ્થિતિ ધરાવે છે, જેના કારણે ઓટોમોટિવ સેક્ટરમાં તેની સ્થિતિ મજબૂત બને છે.

કંપની પાસે સારી ઇન-હાઉસ એન્જિનિયરિંગ ક્ષમતા છે અને વિશ્વની અનેક મોટી કંપનીઓ તેના ક્લાયન્ટ્સમાં સામેલ છે. કંપની CVT હબ, EV ટ્રાન્સમિશન અને ઇલેક્ટ્રિક મોટર્સ જેવા સેગમેન્ટ્સમાં પણ કામ કરે છે.

ટેક્નોલોજી અને પાવરટ્રેનમાં મજબૂત સ્થિતિ

મહેશ ઓઝાના મતે, ખાસ કરીને પ્રીમિયમ ICE અને ઈ-બાઇક પાવરટ્રેન માર્કેટમાં હિરો મોટર્સની સ્થિતિ મજબૂત છે. જોકે, શેરના વર્તમાન વેલ્યુએશનને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. IPO પહેલાં કંપનીનું વેલ્યુએશન FY26ની કમાણીના આશરે 74 ગણાં હતું, જ્યારે આ સેગમેન્ટની અન્ય કંપનીઓનું સરેરાશ P/E લગભગ 50.2 ગણું હતું.

ક્લાયન્ટ કન્સન્ટ્રેશન કંપની માટે જોખમ

ઓઝાએ કંપની માટે કેટલાક જોખમો પણ દર્શાવ્યા છે. તેમાં સૌથી મહત્વનું ક્લાયન્ટ કન્સન્ટ્રેશન રિસ્ક છે. કંપનીની કુલ આવકમાં તેના ટોપ-10 ક્લાયન્ટ્સનો હિસ્સો લગભગ 73-78% છે. એટલે કે ટોચના ક્લાયન્ટ્સમાંથી કોઈ એક કંપની સાથેનો બિઝનેસ સંબંધ સમાપ્ત થાય તો હિરો મોટર્સની આવક પર તેની નોંધપાત્ર અસર પડી શકે છે. જોકે, કંપની પાસે પોતાનો ક્લાયન્ટ બેઝ વધુ વિસ્તૃત કરવાની તક પણ છે.

ગ્રોથની સંભાવનાઓ, પરંતુ વેલ્યુએશન ઊંચું

સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના હેડ ઑફ વેલ્થ શિવાની નયાતીના મતે, હિરો મોટર્સનું વેલ્યુએશન કમાણીના આશરે 69-74 ગણાં છે, જે સેક્ટરની અન્ય કંપનીઓની સરખામણીમાં ઊંચું છે. કંપનીનો RoNW વધીને 8.53% થયો છે, જ્યારે EBITDA માર્જિન આશરે 10.2% છે, જે કેટલીક પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં ઓછું છે. જોકે, બજારમાં કંપનીની મજબૂત સ્થિતિ અને લીડરશિપને કારણે તેની સામે ગ્રોથની સંભાવનાઓ રહેલી હોવાનું નયાતીએ જણાવ્યું છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Bajaj Finance Share: ફંડ રેઇઝિંગના પ્રસ્તાવની પણ અસર નહીં, શેરમાં 6%નો કડાકો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 24, 2026 3:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.