Hyundai Motor India Q3 Results: નફો અને આવક વધ્યા, પણ નિકાસમાં કંપનીએ રેકોર્ડ તોડ્યો, જાણો શેરનું સ્ટેટસ | Moneycontrol Gujarati
Get App

Hyundai Motor India Q3 Results: નફો અને આવક વધ્યા, પણ નિકાસમાં કંપનીએ રેકોર્ડ તોડ્યો, જાણો શેરનું સ્ટેટસ

હ્યુંડાઈ મોટર ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં 6% અને નિકાસમાં 21% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જાણો કંપનીના શેર અને આર્થિક સ્થિતિ વિશે વિગતે.

અપડેટેડ 05:51:48 PM Feb 02, 2026 પર
Story continues below Advertisement
હ્યુંડાઈ મોટર ઈન્ડિયાનું લિસ્ટિંગ 22 ઓક્ટોબર 2024 ના રોજ થયું હતું. IPO ની કિંમત 1960 હતી. શરૂઆતમાં લિસ્ટિંગ નબળું રહ્યું હતું, પરંતુ બાદમાં શેરે ગતિ પકડી હતી.

Hyundai Motor India Q3 Results: ઓટોમોબાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની હ્યુંડાઈ મોટર ઈન્ડિયાએ પોતાના ડિસેમ્બર 2025 ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. કંપની માટે આ ક્વાર્ટર મિશ્ર રહ્યું છે, જેમાં આવક અને નફામાં સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ નિકાસના મોરચે કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પરિણામોની અસર કંપનીના શેર પર પણ જોવા મળી હતી, જેના કારણે શેરમાં તેજી આવી હતી.

ડિસેમ્બર ક્વાર્ટરના મુખ્ય આંકડા

હ્યુંડાઈ મોટર ઈન્ડિયાના Q3 પરિણામો પર નજર કરીએ તો કંપનીની આર્થિક સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે:

રેવન્યુ (આવક): કંપનીનું ઓપરેશનલ રેવન્યુ વાર્ષિક ધોરણે 7.5% વધીને 17,452.7 કરોડ પર પહોંચી ગયું છે.

નફો: કંપનીનો ચોખ્ખો નફો (Net Profit) 6.3% વધીને 1,194.92 કરોડ થયો છે.


ઓપરેટિંગ પ્રોફિટ: EBITDA 7.4% વધીને 1,960 કરોડ નોંધાયો છે, જોકે ઓપરેટિંગ માર્જિન 11.2% પર સ્થિર રહ્યો છે.

વેચાણ: હોલસેલ વેચાણમાં 5% નો વધારો જોવા મળ્યો છે, જેને તહેવારોની સીઝન અને જીએસટી સુધારાઓનો લાભ મળ્યો છે.

નિકાસમાં જબરદસ્ત ઉછાળો

આ પરિણામોમાં સૌથી ધ્યાન ખેંચનારી બાબત કંપનીનું એક્સપોર્ટ પરફોર્મન્સ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની નિકાસમાં 21.1% નો તોતિંગ વધારો થયો છે. કંપનીના કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો હવે 25% જેટલો થઈ ગયો છે. કંપનીના MD અને CEO તરુણ ગર્ગે જણાવ્યું કે, જાન્યુઆરી 2026 ના વેચાણના આંકડા જોઈને આ નાણાકીય વર્ષ ધમાકેદાર રહેવાની આશા છે.

શેરબજારમાં કેવી રહી અસર?

પરિણામો બાદ હ્યુંડાઈના શેરમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. BSE પર શેર 0.56% વધીને 2196.50 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન શેર 2125.00 ના નીચલા સ્તરે અને 2207.00 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

શેરની અત્યાર સુધીની સફર

હ્યુંડાઈ મોટર ઈન્ડિયાનું લિસ્ટિંગ 22 ઓક્ટોબર 2024 ના રોજ થયું હતું. IPO ની કિંમત 1960 હતી. શરૂઆતમાં લિસ્ટિંગ નબળું રહ્યું હતું, પરંતુ બાદમાં શેરે ગતિ પકડી હતી.

રેકોર્ડ હાઈ: 22 સપ્ટેમ્બર 2025 ના રોજ શેર 2889.65 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

રેકોર્ડ લો: 7 એપ્રિલ 2025 ના રોજ શેર ઘટીને 1542.95 થયો હતો.

નિષ્ણાતોનું શું કહેવું છે?

શેરબજારના જાણકારો હજુ પણ આ શેર પર ભરોસો રાખી રહ્યા છે. રિપોર્ટ મુજબ, આ શેરને કવર કરતા 23 એનાલિસ્ટ્સમાંથી 20 એ ખરીદી કરવાની સલાહ આપી છે, જ્યારે માત્ર 3 એ વેચવાની સલાહ આપી છે. શેરનો હાઈએસ્ટ ટાર્ગેટ પ્રાઈસ 2853 અને લોએસ્ટ ટાર્ગેટ 2000 રાખવામાં આવ્યો છે. જોકે, પરિણામો બાદ આ રેટિંગ બદલાઈ શકે છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકન્ટ્રોલ ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.

આ પણ વાંચો-Bajaj Housing Q3 Results: બજાજ ગ્રુપની કંપનીનો દમદાર દેખાવ, નફો 21% વધ્યો, NIIમાં પણ વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 02, 2026 5:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.