આ સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી હતી. 14 ઓક્ટોબરના રોજ IDBI Bankના શેરમાં 8.33 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો અને શેર 89.85 રૂપિયા પર બંધ થયો હતો.
ભારતીય બેંકિંગ સેક્ટરમાં એક બહુ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે IDBI Bankના રિસ્ટ્રક્ચરિંગને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકાર આ બેંકમાંથી પોતાનો હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહી હતી, જેનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. આ મેગા ડીલ હેઠળ 'કેનેડા ઇન્ક' બેંકમાં સરકાર અને LIC નો મોટો હિસ્સો ખરીદવા જઈ રહી છે. આ કંપનીની પેરેન્ટ કંપની 'ફેરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ' છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે આ ડીલ 52000 કરોડ રૂપિયાથી વધુની હશે.
કોણ કેટલો હિસ્સો વેચશે?
ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, સરકાર અને LIC બંને મળીને પોતાનો હિસ્સો ઘટાડશે. આ ડીલનું માળખું નીચે મુજબ રહેશે,,
સરકાર IDBI Bank માંથી પોતાનો 30.48 ટકા હિસ્સો વેચશે. LIC પોતાનો 30.24 ટકા હિસ્સો વેચશે. બંને મળીને કુલ 60.72 ટકા હિસ્સો વેચશે, જેની અંદાજિત વેલ્યુ 57878 કરોડ રૂપિયા જેટલી હોઈ શકે છે.ડીલ પૂર્ણ થયા પછી પણ સરકાર અને LIC નો બેંકમાં સંયુક્ત રીતે 34 ટકા હિસ્સો જળવાઈ રહેશે.
શેરબજારમાં IDBI ના શેરમાં જબરદસ્ત તેજી
આ સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી હતી. 14 ઓક્ટોબરના રોજ IDBI Bankના શેરમાં 8.33 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો અને શેર 89.85 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે, આ વર્ષે અગાઉ આ શેરમાં 13 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ ડીલના સમાચારે રોકાણકારોમાં નવો ઉત્સાહ ભર્યો છે.
ડીલની મુખ્ય શરતો અને નિયમો
આ ડીલ માત્ર હિસ્સાના વેચાણ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં કેટલીક મહત્વની શરતો પણ રાખવામાં આવી છે:
બ્રાન્ડ નેમ: Fairfax કંપનીએ આગામી 3 વર્ષ સુધી IDBI Bank નું નામ અને બ્રાન્ડ જાળવી રાખવા પડશે.
લોક-ઇન પિરિયડ: શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) હેઠળ રોકાણ કરવામાં આવેલી મૂડી 3 વર્ષ માટે લોક રહેશે.
LIC નો હિસ્સો: RBI ના નિયમો અનુસાર, LIC એ આગામી 2 વર્ષની અંદર બેંકમાં પોતાનો હિસ્સો ઘટાડીને 15 ટકા સુધી લાવવો પડશે.
DIPAM સેક્રેટરીએ જણાવ્યું કે, આ ડીલ માટે 81 રૂપિયા પ્રતિ શેરની બેન્ચમાર્ક કિંમત નક્કી કરવામાં આવી હતી, પરંતુ Fairfax એ આના કરતા વધુ કિંમત ચૂકવવાની ઓફર કરી છે. અપેક્ષા છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 'શેર પરચેઝ એગ્રીમેન્ટ' પર સહી થઈ જશે.
CSB Bank અંગે લેવો પડશે મોટો નિર્ણય
આ ડીલ બાદ Canada Incએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કમ્પ્લાયન્સ રોડમેપ સોંપવો પડશે. RBI ના નિયમો મુજબ, Fairfax પાસે પહેલેથી જ CSB Bankનો હિસ્સો છે. તેથી હવે કંપનીએ એગ્રીમેન્ટના 2 વર્ષની અંદર એ નક્કી કરવું પડશે કે તે CSB Bank નું IDBI Bank માં મર્જર કરશે કે પછી CSB Bankમાંથી પોતાનો હિસ્સો વેચી દેશે.