IDBI Bankના શેરમાં રોકાણકારોની પડાપડી, ભાવમાં 10%નો તોતિંગ ઉછાળો, જાણો કોણ ખરીદવા જઈ રહ્યું છે આ સરકારી બેંક | Moneycontrol Gujarati
Get App

IDBI Bankના શેરમાં રોકાણકારોની પડાપડી, ભાવમાં 10%નો તોતિંગ ઉછાળો, જાણો કોણ ખરીદવા જઈ રહ્યું છે આ સરકારી બેંક

IDBI બેંકના શેરમાં 10%નો શાનદાર ઉછાળો નોંધાયો છે. કેનેડાના અબજોપતિ પ્રેમ વત્સાની ફેયરફેક્સ કંપની આ બેંક ખરીદવાની રેસમાં સૌથી આગળ છે. જાણો IDBI ના ખાનગીકરણ વિશેની લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 03:09:01 PM Aug 24, 2026 પર
Story continues below Advertisement
સરકાર લાંબા સમયથી IDBI બેંકમાંથી પોતાનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. હાલમાં બેંકના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો,, ભારતીય જીવન વીમા નિગમ પાસે 49.24 ટકા હિસ્સો છે અને બેંક પર તેનું નિયંત્રણ છે.

IDBI Bank Share Price: શેરબજારમાં અત્યારે IDBI Bankના શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. 24 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ દરમિયાન શેરમાં અગાઉના બંધ ભાવથી 10 ટકા સુધીનો મોટો ઉછાળો નોંધાયો હતો. BSE પર આ શેર ઊછળીને 90.80 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો. શેરમાં સતત ત્રીજા દિવસે તેજી ચાલુ રહી છે અને બેંકનું કુલ માર્કેટ કેપ વધીને 95,700 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. આ શાનદાર તેજી પાછળનું મુખ્ય કારણ બેંકના ખાનગીકરણને લઈને સામે આવેલા અત્યંત પોઝિટિવ અહેવાલો છે.

સરકાર અને LIC વેચશે પોતાનો મોટો હિસ્સો

સરકાર લાંબા સમયથી IDBI બેંકમાંથી પોતાનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. હાલમાં બેંકના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો,, ભારતીય જીવન વીમા નિગમ પાસે 49.24 ટકા હિસ્સો છે અને બેંક પર તેનું નિયંત્રણ છે. ભારત સરકાર પાસે 45.48 ટકા હિસ્સો છે. જ્યારે પબ્લિક પાસે માત્ર 5.29 ટકા જ શેર છે. ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હેઠળ, સરકાર પોતાનો 30.48 ટકા અને LIC પોતાનો 30.24 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. એટલે કે, બંને મળીને બેંકનો કુલ 60.72 ટકા હિસ્સો વેચશે.

કેનેડિયન અબજોપતિની કંપની છે ખરીદદાર રેસમાં સૌથી આગળ

કેનેડાના પ્રખ્યાત અબજોપતિ પ્રેમ વત્સાની કંપની 'ફેયરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ લિમિટેડ' IDBI બેંક ખરીદવાની રેસમાં સૌથી આગળ છે. આ ખરીદી તેમની સબસિડિયરી કંપની 'ફેયરફેક્સ ઇન્ડિયા' દ્વારા કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલ લગભગ ફાઈનલ સ્ટેજ પર છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ ડીલથી સરકાર અને LIC ને અંદાજિત 50,000 કરોડ રૂપિયા (લગભગ 5 અબજ ડોલર) થી વધુની રકમ મળી શકે છે.


CSB બેંકનું શું થશે? RBI ના નિયમો વચ્ચે મોટો પેચ

આ ડીલમાં એક નાનકડી અડચણ એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ, કોઈ એક પ્રમોટર પાસે બે અલગ-અલગ બેંકિંગ લાયસન્સ હોઈ શકે નહીં. ફેયરફેક્સ કંપની પાસે પહેલાથી જ ભારતમાં CSB બેંકમાં 40 ટકા હિસ્સો છે.

રોયટર્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ સમસ્યાના ઉકેલ માટે ફેયરફેક્સને 2 વર્ષનો વિશેષ સમય આપવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન ફેયરફેક્સ કાં તો CSB બેંકમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેશે. અથવા તો CSB બેંકને IDBI બેંક સાથે મર્જ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો-Sugar Stock: બજારમાં સુગર શેરોની ધૂમ, Dwarikesh અને Bajaj Hind 52 સપ્તાહની ટોચે, રોકાણકારોને થઈ બખ્ખાં

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2026 3:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.