IPL હવે શેરબજારનું નવું પાવરહાઉસ, RCB અને રાજસ્થાન રોયલ્સની 31600 કરોડની મેગા ડીલ, જાણો કયા શેરો પર રાખો નજર
IPL હવે દુનિયાની સૌથી મોટી લીગમાં સામેલ થઈ છે. તાજેતરમાં RCB અને રાજસ્થાન રોયલ્સની 31600 કરોડની ડીલ થઈ છે. એક્સપર્ટ્સ માને છે કે સ્પોર્ટ્સ હવે શેરબજારનું નવું મોટું સેક્ટર બની શકે છે. જાણો વિગતવાર અહેવાલ.
ગઈકાલે IPL ઇતિહાસની એક મેગા ડીલ થઈ, જેમાં કુલ 31600 કરોડ રૂપિયાના સોદા થયા. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ જેવી દિગ્ગજ ટીમોનું વેચાણ સામેલ છે.
IPL Business News: ક્રિકેટ હવે માત્ર રમત નથી રહી, પરંતુ એક વિશાળ બિઝનેસ એમ્પાયર બની ગયું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી 19મી સીઝન શરૂ થવાની તૈયારીમાં છે, તે પહેલાં જ ક્રિકેટ જગતમાં પૈસાનો વરસાદ થયો છે. લીગની બે મોટી ટીમોના વેચાણ માટે એક ઐતિહાસિક ડીલ થઈ છે, જેણે શેરબજારના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે.
ગઈકાલે IPL ઇતિહાસની એક મેગા ડીલ થઈ, જેમાં કુલ 31600 કરોડ રૂપિયાના સોદા થયા. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ જેવી દિગ્ગજ ટીમોનું વેચાણ સામેલ છે. આ જંગી વેલ્યુએશનને જોઈને માર્કેટ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આવનારા સમયમાં IPL અને સ્પોર્ટ્સ બિઝનેસ શેરબજાર માટે એક નવું અને મોટું સેક્ટર બની શકે છે.
કોણે ખરીદી કઈ ટીમ? જાણો મેગા ડીલની વિગત
IPL માં થયેલી આ તાજેતરની ડીલના આંકડા ચોંકાવનારા છે:
રાજસ્થાન રોયલ્સ: આ ટીમની ડીલ અંદાજે 15,000 કરોડ રૂપિયામાં થઈ છે. આ ટીમને કાલ સોમાણી, વોલમાર્ટ ફેમિલીના રોબ વોલ્ટન અને ફોર્ડ પરિવારના હેમ્પએ ખરીદી છે. ઉલ્લેખનીય છે કે આ ટીમની સૌથી પહેલી ડીલ 2008માં થઈ હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: આ લોકપ્રિય ટીમની ડીલ 16,600 કરોડ રૂપિયામાં થઈ છે. RCB ને આદિત્ય બિરલા ગ્રુપ, બ્લેકસ્ટોન, ટાઈમ્સ ઈન્ટરનેટ અને બોલ્ટ વેન્ચર્સે સંયુક્ત રીતે ખરીદી છે.
IPLનું દમદાર બિઝનેસ મોડલ: કમાણી ક્યાંથી થાય છે?
IPL ની આટલી મોટી વેલ્યુએશન પાછળ તેનું મજબૂત રેવન્યુ મોડલ જવાબદાર છે. IPL ની કમાણીના મુખ્ય સ્ત્રોત નીચે મુજબ છે:
સેન્ટ્રલ મીડિયા રાઈટ્સ
સ્પોન્સરશિપ
બ્રાન્ડ એડવર્ટાઈઝિંગ
ગેટ મની
મર્ચન્ડાઈઝ
અહીં ખાસ વાત એ છે કે મીડિયા રાઈટ્સ અને સ્પોન્સરશિપમાંથી થતી આવકમાં BCCI અને ફ્રેન્ચાઈઝી વચ્ચે 50-50 ટકાની ભાગીદારી હોય છે. સામે પક્ષે ખર્ચની વાત કરીએ તો ફ્રેન્ચાઈઝી ફી, ખેલાડીઓની ફી અને ઓપરેટિંગ ખર્ચ મુખ્ય છે.
ટીમોનું આર્થિક સ્વાસ્થ્ય
નાણાકીય વર્ષ 2025 ના આંકડા જોઈએ તો IPL ટીમો જબરદસ્ત નફો કરી રહી છે:
ચેન્નાઈ સુપર કિંગ્સ: કુલ આવક 644 કરોડ રૂપિયા અને નફો 181 કરોડ રૂપિયા રહ્યો. તેમનું માર્જિન 39% હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કુલ આવક 504 કરોડ રૂપિયા અને નફો 140 કરોડ રૂપિયા રહ્યો. તેમનું માર્જિન 37.3% હતું.
ભવિષ્ય માટેના 'ટ્રિગર' પોઈન્ટ્સ
રોકાણકારો માટે આ સેક્ટર આકર્ષક કેમ છે તેના કારણો નીચે મુજબ છે, વર્ષ 2028 માં મીડિયા રાઈટ્સની હરાજીની સાયકલ બદલાશે, જેમાં ફરીથી મોટી બોલી લાગી શકે છે. 2028 માં સેન્ટ્રલ સ્પોન્સરશિપ સાયકલમાં પણ ફેરફાર થશે.
દર વર્ષે દર્શકોની સંખ્યા વધી રહી છે. વિમેન્સ આઈપીએલએ પણ બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. જોકે, આમાં કેટલાક જોખમો પણ છે. જેમ કે, ધારણા કરતા ઓછો જાહેરાત ખર્ચ, મીડિયા રાઈટ્સની નવી હરાજીમાં મર્યાદિત વધારો અને BCCI ના નિયમોમાં ફેરફાર.
શું કહે છે એક્સપર્ટ્સ? કયા શેરો પર નજર રાખવી?
CNBCના એક્સપર્ટ અનુજ સિંઘલના જણાવ્યા મુજબ, IPL હવે દુનિયાની સૌથી મોટી લીગ્સની યાદીમાં સામેલ થઈ ગયું છે. તેનું બિઝનેસ મોડલ હવે ફૂટબોલની પ્રીમિયર લીગ અને બાસ્કેટબોલની NBA જેવું બની રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ એક એવો બિઝનેસ છે જેના પર મંદીની કોઈ અસર થતી નથી. સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ હવે વૈશ્વિક સ્તરે મોટું સેક્ટર છે.
ભલે અત્યારે શેરબજારમાં સીધી રીતે સ્પોર્ટ્સ ટીમો લિસ્ટેડ નથી, પરંતુ પરોક્ષ રીતે જોડાયેલા કેટલાક શેરો પર નજર રાખી શકાય છે:
Sun TV: જે સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકી ધરાવે છે.
RPSG Ventures: જે લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી ધરાવે છે.