જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે લેટેસ્ટ Q1 પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 156% વધીને 830 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. જાણો રેવેન્યુ, આવક અને ખર્ચની તમામ વિગતો.
જિયો ફાઇનાન્શિયલનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 291% વધીને 991 કરોડ રૂપિયા રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ ઊંચી ફાઇનાન્સ કોસ્ટ, સ્ટાફનો ખર્ચ અને અન્ય ઓપરેટિંગ ખર્ચમાં થયેલો વધારો છે.
Jio Financial Q1 Results: શેરબજારમાં રિલાયન્સ ગ્રુપની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસેજૂન ક્વાર્ટરના લેટેસ્ટ પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા નફા અને રેવેન્યુમાં જંગી ઉછાળો નોંધાવ્યો છે. 16 જુલાઈના રોજ બજાર બંધ થયા પછી આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેની સીધી અસર 17 જુલાઈએ કંપનીના શેર પર જોવા મળશે.
નફામાં 156% નો તોતિંગ વધારો
લેટેસ્ટ રિપોર્ટ મુજબ, જૂન ક્વાર્ટરમાં જિયો ફાઇનાન્શિયલનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 156% ઉછળીને 830 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં કંપનીનો નફો 325 કરોડ રૂપિયા હતો. બીજી તરફ, ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે પણ કંપનીના નફામાં 205% નો વધારો જોવા મળ્યો છે અને તે 272 કરોડ રૂપિયા નોંધાયો છે.
રેવેન્યુ અને આવકમાં મજબૂત ગ્રોથ
કામકાજમાંથી થતી કંપનીની કોન્સોલિડેટેડ રેવેન્યુ 227% વધીને 2,004 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં માત્ર 612 કરોડ રૂપિયા હતી. ઓપરેટિંગ ખર્ચ વધવા છતાં, કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 141% વધીને 1,496 કરોડ રૂપિયા રહી છે. આ ક્વાર્ટરમાં વ્યાજની આવક 165% વધીને 962 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે ફી અને કમિશનની આવક પાંચ ગણી વધીને સીધી 325 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સિવાય કંપનીની ડિવિડન્ડની આવક 509 કરોડ રૂપિયા રહી છે.
ખર્ચમાં પણ 291% નો વધારો
જિયો ફાઇનાન્શિયલનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 291% વધીને 991 કરોડ રૂપિયા રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ ઊંચી ફાઇનાન્સ કોસ્ટ, સ્ટાફનો ખર્ચ અને અન્ય ઓપરેટિંગ ખર્ચમાં થયેલો વધારો છે. જોકે, આવકમાં મજબૂત ગ્રોથ હોવાથી કંપનીનો પ્રી-પ્રોવિઝનિંગ પ્રોફિટ 38% વધીને 505 કરોડ રૂપિયા રહ્યો છે.
NBFC અને અન્ય બિઝનેસનું શાનદાર પ્રદર્શન
ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં આપવામાં આવેલી માહિતી મુજબ, કંપનીના NBFC બિઝનેસમાં સતત સારી ઓર્ગેનિક ગ્રોથ જોવા મળી રહી છે. ક્વાર્ટરમાં કુલ ડિસ્બર્સમેન્ટ 11,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. એસેટ મેનેજમેન્ટ બિઝનેસનું AUM 18,412 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રીઇન્શ્યોરન્સ પ્રીમિયમ અંડરરાઇટિંગ કામગીરી પહેલા ક્વાર્ટરમાં 266 કરોડ રૂપિયા રહી છે.
મેનેજમેન્ટનું શું કહેવું છે?
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિતેશ સેઠિયાએ પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારા તમામ વર્ટિકલ્સમાં સતત સારો બિઝનેસ જોવા મળી રહ્યો છે, જે અમારા ફૂલ-સ્ટેક ઇકોસિસ્ટમના મજબૂત આર્કિટેક્ચરની સાબિતી આપે છે. વ્યૂહાત્મક રીતે AI અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવાથી અમને અમારી કાર્યક્ષમતા વધારવામાં ખૂબ મોટો ફાયદો થયો છે."
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.