RIL AGM 2026: Jio ના મેગા IPO, AIને પ્રોત્સાહન, સોવરેન સેટેલાઈટ કોન્સ્ટેલેશન સહિત અનેક મોટી જાહેરાતો
રિલાયન્સની 49મી વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ જિયો આઈપીઓ લાવવાની મોટી જાહેરાત કરી. સાથે જ અનંત અંબાણીએ સોલાર, ન્યૂ એનર્જી અને જિયો-BP વિશે મહત્વના અપડેટ્સ આપ્યા.
અનંત અંબાણીએ જણાવ્યું કે ગુજરાતના હજીરામાં બની રહેલી કાર્બન ફાઈબર ફેસિલિટી દુનિયાની સૌથી મોટી ફેસિલિટી હશે.
RIL AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભામાં ઘણી ઐતિહાસિક અને મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ બેઠક પર દેશના તમામ રોકાણકારોની નજર ટકેલી હતી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જિયોના આઈપીઓથી લઈને ન્યૂ એનર્જી સેક્ટર સુધીના કંપનીના ગ્રોથ પ્લાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મજબૂતી
મુકેશ અંબાણીએ બેઠકની શરૂઆતમાં જણાવ્યું કે છેલ્લા 6 વર્ષ વૈશ્વિક સ્તરે ખૂબ જ ઉતાર-ચઢાવ અને અનિશ્ચિતતા વાળા રહ્યા છે. દુનિયાભરમાં ચાલી રહેલા સંઘર્ષો અને અડચણો વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ખૂબ જ સમજદારી અને તાકાતથી પરિસ્થિતિ સંભાળી છે.
Jio ના મેગા IPO ની સત્તાવાર જાહેરાત
મુકેશ અંબાણીએ રોકાણકારોને સૌથી મોટી ભેટ આપતા જિયો પ્લેટફોર્મ્સના બહુપ્રતિક્ષિત IPO ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ને મંજૂરી આપી દીધી છે અને આજે જ આ ફાઈલિંગ માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ જમા કરવામાં આવશે. મુકેશ અંબાણીએ તેને આ વર્ષનો સૌથી મોટો વેલ્યુ-ક્રિએશન માઈલસ્ટોન ગણાવ્યો છે, જે બતાવશે કે ભારત પણ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી કંપનીઓ બનાવી શકે છે.
બેઠક દરમિયાન અનંત અંબાણીએ કંપનીના વિવિધ બિઝનેસ સેક્ટર અંગે જોરદાર માહિતી આપી હતી.
હજીરામાં વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ
અનંત અંબાણીએ જણાવ્યું કે ગુજરાતના હજીરામાં બની રહેલી કાર્બન ફાઈબર ફેસિલિટી દુનિયાની સૌથી મોટી ફેસિલિટી હશે. અહીં 1.2 MT ક્ષમતાનો PVC અને CPVC પ્લાન્ટ દેશની આયાત (Import) ઘટાડવામાં મોટી મદદ કરશે.
જામનગરમાં સોલાર પ્લાન્ટ શરૂ
રિલાયન્સની ક્લીન ટેક્નોલોજી અને ન્યૂ એનર્જીની સફરમાં એક મોટો માઈલસ્ટોન પાર થયો છે. જામનગરમાં સોલાર PV અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનો શરૂ કરી દેવામાં આવી છે.
Jio-BP નું જબરદસ્ત વિસ્તરણ
ફ્યુઅલ સ્ટેશન બિઝનેસમાં Jio-BP નું રિટેલ નેટવર્ક 29 ટકા વધીને 2200 આઉટલેટ્સ સુધી પહોંચી ગયું છે, જેમાં બીજા 400 બની રહ્યા છે. કંપનીએ EV ચાર્જિંગ નેટવર્ક પણ 80 શહેરો અને 45 હાઈવે સુધી વધારી દીધું છે.
ઓઇલ અને ગેસ પ્રોડક્શન (E&P)
રિલાયન્સ દેશના કુલ નેચરલ ગેસ પ્રોડક્શનનો 30 ટકા હિસ્સો પૂરો પાડે છે. કંપની દરરોજ લગભગ 26 mmscmd ગેસ અને 18000 બેરલ તેલનું ઉત્પાદન કરી રહી છે. નાણાકીય વર્ષ 2026 (FY26) માં કંપનીના E&P બિઝનેસની આવક 23861 કરોડ રૂપિયા અને EBITDA 19050 કરોડ રૂપિયા નોંધાયું છે.
કટોકટીમાં પણ અકબંધ કામગીરી
માર્ચ 2026 માં પશ્ચિમ એશિયામાં હોર્મુઝ અને LNG સપ્લાયની મુશ્કેલીઓ છતાં, રિલાયન્સે પોતાના અલગ-અલગ સોર્સિંગ અને લોજિસ્ટિક્સના કારણે રિફાઇનરી થ્રુપુટને સંપૂર્ણપણે જાળવી રાખ્યું હતું અને ઘરેલું સપ્લાયને અસર થવા દીધી નહોતી.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.