મયુર શાહનું કહેવુ છે કે સ્થાનિક અને વૈશ્વિક બજારને કારણે બજાર પર અસર આવી હતી. ટેરિફને લઈને ચિંતા હતી, પણ સરકારે તે દિશામાં પગલા લીધા. US શટડાઉનને કારણે પણ ચિંતાઓ વધી હતી. સરકારે ટેક્સ કાપને લઈને પણ મહત્વના પગલા લીધા. લોકોના હાથમાં પૈસા આવતા કન્ઝમ્પશન વધશે.
મયુર શાહના મતે કન્ઝમ્પશન વધશે તો પ્રાઈવેટ સેક્ટર કેપેક્સ પણ આવશે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ડબલ ડિજીટી ગ્રોથ આવ્યો તે સારી વાત છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં જો ગ્રોથ આગળ વધશે તો તેજી આવશે. પરિણામો સારા આવશે ત્યારે જ બજારમાં તેજી આવશે. વૈશ્વિક સંકેતો થોડા નબળા રહેવાના અનુમાન છે.
મયુર શાહનું માનવું છે કે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. ઓટોમાં આવનારા પરિણામ અને વેચાણના આંકડા પર નજર રાખવી. ડિફેન્સ સેક્ટરમાં અમુક કંપનીઓના પરિણામ સારા આવ્યા છે. બેન્કિંગ અને ફાઈનાન્શિયલમાં પણ સારો ગ્રોથ આવશે. ITમાં ડેટા સેન્ટર, AIમાં કામ કરતી કંપનીઓ પર ધ્યાન રાખવું.
મયુર શાહના મુજબ પાવર સેક્ટર અમને રોકાણ માટે સારું છે. FMCG સેક્ટરમાં વધુ ગ્રોથની આશા નથી. પાવર સેક્ટર ઘણું પોઝિટિવ રહી શકે છે. કેબલ, ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પર નજર રાખવી. મેટલ, હોસ્પિટલ સેક્ટર હાલમાં પસંદ છે.