M&M ના શેર દબાણમાં, પરિણામો બાદ ઘટાડો; જાણો શું કહેવુ છે માર્કેટ એક્સપર્ટ્સ
સીએલએસએએ એમએન્ડએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹4702 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ઓર્ડર બુક સાથે UV રેવેન્યુ લીડરશીપ યથાવત્ છે. મજબૂત લોન્ચ પાઈપલાઈન અને એક્ઝિક્યુશનનો સપોર્ટ મળ્યો છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં FY27 દરમિયાન 7% ગ્રોથની અપેક્ષા છે.
નોમુરાએ M&M પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4662 પ્રતિશેરના નક્કી કર્યા છે.
M&M Shares: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ ચાલુ નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું. તેણે ઘણા મોરચે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. તેની સંયુક્ત આવક પહેલીવાર ₹50,000 કરોડને વટાવી ગઈ. આ સતત 15મા ક્વાર્ટરમાં બે આંકડાના ઓપરેટિંગ નફામાં ગ્રોથ દર્શાવે છે. આમ છતાં, આજે બજાર ખુલતાં જ શેર તૂટી પડ્યો. જોકે, આ ઘટાડાને ખરીદી માટે સુવર્ણ તક તરીકે જોઈ શકાય છે, કારણ કે કેટલાક બ્રોકરેજિસે તેનો લક્ષ્યાંક ભાવ વધાર્યો છે, જેનાથી તે ટોચની પસંદગી બની ગયો છે. હાલમાં, તે BSE પર ₹3637.10 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 1.02% ઘટીને ₹3615.00 પર પહોંચી ગયો હતો.
M&M પર બ્રોકરેજનું વલણ
M&M પર CLSA
સીએલએસએએ એમએન્ડએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹4702 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ઓર્ડર બુક સાથે UV રેવેન્યુ લીડરશીપ યથાવત્ છે. મજબૂત લોન્ચ પાઈપલાઈન અને એક્ઝિક્યુશનનો સપોર્ટ મળ્યો છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં FY27 દરમિયાન 7% ગ્રોથની અપેક્ષા છે.
M&M પર નોમુરા
નોમુરાએ M&M પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4662 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SUV, ટ્રેક્ટર અને LCVમાં મજબૂત આઉટલુક છે. ઓટો સ્પેસમાં ટોપની પસંદગી તરીકે જાળવી રાખ્યું છે.
M&M પર HSBC
એચએસબીસીએ એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત FY26 બાદ ટ્રેક્ટર સેગમેન્ટમાં 3-5% CAGR પર નોર્મલાઈઝ થવાની શક્યતા છે. EV- રેમ્પ અપ બાદ પણ માર્જિન મજબૂત રહ્યા છે. મજબૂત અલ નીનો મુખ્ય ડાઉનસાઈડ રિસ્ક બની શકે છે.
M&M પર જેફરિઝ
જેફરિઝે M&M પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સતત 15માં ક્વોર્ટરમાં ડબલ ડિજિટ EBITDA ગ્રોથ રહ્યા છે. હાઈ બેઝને કારણે FY27 માટે ટ્રેક્ટર સાયકલ પર સાવચેત દૃષ્ટિકોણ છે. 23x FY27 PE પર વેલ્યુએશન યોગ્ય છે.
M&M પર બર્નસ્ટેન
બર્નસ્ટેને M&M પર માર્કેટ પરફોર્મ કરી રહ્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4200 પ્રતિશેરના નક્કી કર્યા છે. બર્નસ્ટેનનું કહેવુ છે કે ઓટો, ફાર્મ અને સબ્સિડરી ત્રણે સેગમેન્ટ્સનું મજબૂત પ્રદર્શન રહ્યું. પોલિસી ટેલવિન્ડ્સ અને કેપિટલ એલોકેશનથી રિર્ટનને સપોર્ટ આપ્યો છે.
છેલ્લા એક વર્ષમાં કેવી રહી શેરોની ચાલ?
M&M ના શેર છેલ્લા વર્ષ 7 એપ્રિલ 2025 ના ₹2360.45 પર હતા જે તેના શેરો માટે એક વર્ષના રેકૉર્ડ નિચલા સ્તરે છે. આ નિચલા સ્તરથી આ આઠ મહીનામાં 62.68% ઉછળીને 5 જાન્યુઆરી 2026 ના ₹3840.00 પર પહોંચી ગયો જે તેના શેરો માટે રેકૉર્ડ હાઈ લેવલ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.