Closing Bell : બજારમાં ઘટાડા પર વાગી બ્રેક, સેન્સેક્સ 628 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24200ની પાર બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell : બજારમાં ઘટાડા પર વાગી બ્રેક, સેન્સેક્સ 628 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24200ની પાર બંધ

20 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી. સેન્સેક્સ 628 પોઈન્ટ ઉછળીને 77537 પર અને નિફ્ટી 24200 ની પાર બંધ થયો. જાણો માર્કેટની સંપૂર્ણ ક્લોઝિંગ અપડેટ.

અપડેટેડ 03:48:32 PM Aug 20, 2026 પર
Story continues below Advertisement
નિફ્ટીમાં આજે સૌથી વધુ કમાણી કરાવનાર શેરોમાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ITC અને શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.

Closing Bell : શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી આવતા ઘટાડા પર આખરે બ્રેક વાગી ગઈ છે. 20 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજાર જબરદસ્ત મજબૂતી સાથે બંધ થયું છે. આજે ટ્રેડિંગની શરૂઆતથી જ બજારમાં સારો માહોલ હતો અને તમામ સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળતા રોકાણકારોના ચહેરા પર ખુશી પાછી ફરી છે.

માર્કેટની ક્લોઝિંગ સ્થિતિ

આજના કારોબારના અંતે બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 628.04 પોઈન્ટ (0.82%) ઉછળીને 77,537.72 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 50 153.55 પોઈન્ટ (0.64%) વધીને 24,231.85 ના લેવલ પર બંધ રહ્યો. આજે બજારમાં ખરીદીનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાતું હતું. માર્કેટ ડેપ્થ પર નજર કરીએ તો, આજે લગભગ 2367 શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે 1778 શેરમાં ઘટાડો નોંધાયો હતો અને 173 શેરમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો.

આજના ટોપ ગેઈનર્સ અને લુઝર્સ

નિફ્ટીમાં આજે સૌથી વધુ કમાણી કરાવનાર શેરોમાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ITC અને શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. આ શેરોએ માર્કેટને ઉપર લઈ જવામાં મોટો ટેકો આપ્યો. બીજી તરફ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા કન્ઝ્યુમર, ઇન્ટરગ્લોબ એવિએશન અને નેસ્લે જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં આજે નરમાશ જોવા મળી હતી.


તમામ સેક્ટરમાં હરિયાળી

આજના ટ્રેડિંગ સેશનની સૌથી મોટી હાઈલાઈટ એ રહી કે માર્કેટના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ રોનક રહી, મીડિયા ઇન્ડેક્સ 2% ઉછળ્યો. રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ 1.4% નો શાનદાર વધારો જોવા મળ્યો. આ ઉપરાંત ઓટો, FMCG, ફાર્મા, IT, પ્રાઈવેટ બેંક અને ઈન્ફ્રા સેક્ટરમાં પણ 0.4% થી લઈને 0.8% સુધીની સારી તેજી નોંધાઈ છે.

મિડકેપ અને સ્મોલકેપમાં પણ રોનક

માત્ર મોટી કંપનીઓજ નહીં, પરંતુ નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે જબરદસ્ત લેવાલી રહી. રોકાણકારોના ઉત્સાહને પગલે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.7 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો-Niftyમાં 11 મહિનાના સૌથી મોટા ઘટાડા બાદ શાનદાર રિકવરી, જાણો બજારમાં તેજી રહેશે કે આવશે કડાકો?

MoneyControl News

MoneyControl News

First Published: Aug 20, 2026 3:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.