Share market: વ્યાજદર અંગે ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા બુધવારે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું . યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ બેન્કની બે દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે. આજે રાત્રે ફેડના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દરો અંગેના તેમના નિર્ણયની જાહેરાત કરશે. એવી અપેક્ષા છે કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે ઘટાડા સાથે 80,666.26 પોઈન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 67 પોઈન્ટ ઘટીને 80,616 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 13 શેર લીલા નિશાન પર અને 17 શેર લાલ નિશાન પર હતા. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.14 ટકા અથવા 34 પોઇન્ટ ઘટીને 24,301 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરમાંથી 20 શેર લીલા નિશાન પર અને 30 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.