22 સપ્ટેમ્બરે Meeshoના શેરમાં ઇન્ટ્રાડે લગભગ 11%નો ઉછાળો આવ્યો. UBSએ શેર પર Buy રેટિંગ જાળવી રાખીને Target Price ₹210થી વધારીને ₹260 કર્યો છે. બ્રોકરેજે FY29-FY31 માટે NMV અંદાજમાં 7%-18% અને EBITDA અંદાજમાં 20%-40%નો વધારો કર્યો છે. Meeshoની Q1 Revenue 48% વધીને ₹3,712 કરોડ થઈ હતી, જ્યારે Net Loss ઘટીને ₹132.8 કરોડ રહ્યો હતો.
Meesho Share Price: UBSના વધારેલા ₹260 ના ટ્રાર્ગેટ પ્રાઈઝ બાદ મિશોના શેરમાં ઇન્ટ્રાડે 11% ની તેજી જોવા મળી. Q1 Revenueમાં 48%નો વધારો અને નેટ લોસમાં ઘટાડો થયો.
Meesho Share Price: દિગ્ગજ ઈ-કોમર્સ માર્કેટપ્લેસ મિશોના શેરમાં 22 સપ્ટેમ્બરે જોરદાર તેજી જોવા મળી. ઇન્ટ્રાડેમાં શેર લગભગ 11% સુધી ઉછળ્યો. બ્રોકરેજ ફર્મ UBS દ્વારા ટાર્ગેટ પ્રાઈઝ વધાર્યા બાદ શેરમાં આ તેજી જોવા મળી હતી. છેલ્લા ત્રણ મહિનામાં મિશોના શેર માટે આ એક દિવસની સૌથી મોટી તેજી રહી છે.
યુબીએસએ મિશોનો ટ્રાગેટ પ્રાઈઝ વધાર્યો
યુબીએસએ મિશો પર પોતાનું Buy રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરનો ટ્રાગેટ પ્રાઈઝ ₹210થી વધારીને ₹260 કર્યો છે. આ ટાર્ગેટ પ્રાઈઝ અગાઉના ક્લોઝિંગ ભાવની સરખામણીએ આશરે 18.6%ના અપસાઈડને દર્શાવે છે.
ટાર્ગ્રેટ પ્રાઈઝ વધારવાની સાથે યુબીએસએ FY29-FY31 માટે મિશોના નેટ મર્ચન્ડીશ વેલ્યુ (NMV)ના અંદાજમાં 7%થી 18% સુધીનો વધારો કર્યો છે. આ સમયગાળા માટે કોન્ટ્રિબ્યુશન પ્રોફિટના અંદાજમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, યુબીએસએ મિશોના FY29-FY31 EBITDAના અંદાજમાં 20%થી 40% સુધીનો વધારો કર્યો છે.
સેલર્સ અને ખરીદારીની સંખ્યામાં મજબૂત ગ્રોથ
યુબીએસના ઊંચા NMV અંદાજ પાછળ મિશોના સેલર ઈકોસિસ્ટમને મળતું સતત સમર્થન એક મહત્વનું કારણ છે. ગયા વર્ષની સમાન ત્રિમાસિકની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સેલર્સની સંખ્યા 81% વધીને 10.4 લાખ થઈ હતી.
આ દરમિયાન ખરીદારીની સંખ્યા 29% વધીને 27.4 કરોડ થઈ છે. સાથે જ સ્ટોક કિપિંગ યુનિટ્સ (SKUs) અને લોજિસ્ટિક્સ પાર્ટનરની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે.
મિશોનું આ ફ્લાયવ્હીલ બિઝનેસ મોડેલ ઓછા ભાવ અને વધુ પ્રોડક્ટ વિકલ્પો દ્વારા વધુ ગ્રાહકોને આકર્ષે છે. ગ્રાહકો વધતાં પ્લેટફોર્મ પર વધુ સેલર આવે છે અને તેના કારણે પ્લેટફોર્મનો વ્યાપ વધુ વધે છે.
EBITDAમાં સુધારાની અપેક્ષા
UBS અનુસાર EBITDAના અંદાજમાં મોટો વધારો મધ્યમ ગાળામાં માર્જિંગ ટ્રેન્ડમાં સુધારો દર્શાવે છે. આ સુધારા પાછળ એડી મોનટેશન અને લોજિસ્ટિક્સ ઈકોનોમીક્સમાં સુધારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
મિશોના Q1 પરિણામો કેવા રહ્યા?
મિશોએ જુલાઈમાં પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો Net Loss ઘટીને ₹132.8 કરોડ રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹289.4 કરોડ હતો.
કંપનીની Revenue 48% વધીને ₹3,712 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના ₹2,503.9 કરોડની સરખામણીએ વધુ છે. કંપનીનો EBITDA Loss પણ ઘટીને ₹224.7 કરોડ થયો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹264.4 કરોડ હતો.
મિશોના શેરમાં અત્યાર સુધીની તેજી
મિશોના શેર 10 ડિસેમ્બર, 2025ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા હતા. શેર તેની ₹162.5ની Listing Priceથી 47.3% અને ₹111ની Issue Priceથી 115.7% ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
મંગળવારે મિશોના શેરમાં તેજી વધીને લગભગ 12% થઈ હતી અને શેર ₹243.52ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં લગભગ 35%નો વધારો થયો છે. શેર તેની લિસ્ટિંગ બાદની ₹254ની ઊંચી સપાટીની નજીક પહોંચી ગયો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.