Nalco Q3 Result: વર્ષના આધાર પર નફો 2% વધીને ₹1,595 કરોડ વધ્યો, આવક 2% વધી | Moneycontrol Gujarati
Get App

Nalco Q3 Result: વર્ષના આધાર પર નફો 2% વધીને ₹1,595 કરોડ વધ્યો, આવક 2% વધી

ત્રીજા ક્વાર્ટરમાં નાલ્કો કંપનીનો નફો વર્ષના આધાર પર 1.8 ટકા વધીને 1595 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 1.5 ટકા વધીને 4,731 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 04:26:31 PM Jan 30, 2026 પર
Story continues below Advertisement
Nalco Q3 Result: નાલ્કો (Nalco) એ 30 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Nalco Q3 Result: નાલ્કો (Nalco) એ 30 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.8 ટકા વધીને 1595 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1566 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1555 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 1.5 ટકા વધીને 4,731 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 4662 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4499 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો ઘટાડો

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 1.8 ટકા વધારાની સાથે 2,182.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 2,222.8 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 2,149 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 47.7 ટકા થી ઘટીને 46.1 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 47.8 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2026 4:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.