Nifty Bank: નિફ્ટી બેન્કમાં 5 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી, આ 11 શેરોમાં જોવા મળી જબરદસ્ત ખરીદી!
Nifty Bank, Share: નિફ્ટી બેન્ક (Nifty Bank)માં ફેબ્રુઆરી 2021 પછીની સૌથી મોટી સાપ્તાહિક તેજી જોવા મળી છે. 8.5% ના ઉછાળા સાથે આ 11 બેન્કિંગ શેરોમાં જોરદાર કમાણી થઈ, જાણો વિગત.
Nifty Bank: નિફ્ટી બેન્કમાં 5 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી
Nifty Bank Share: શેરબજારમાંબેન્કિંગસેક્ટરનોદબદબો શેર બજારમાં રોકાણકારો માટે આ અઠવાડિયે જાણે જલસો પડી ગયો છે, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં. નિફ્ટી બેન્ક (Nifty Bank) ઈન્ડેક્સમાં આ અઠવાડિયે એવી તેજી જોવા મળી છે, જે ફેબ્રુઆરી 2021 પછી ભાગ્યે જ જોવા મળી છે. આ અઠવાડિયામાં ઈન્ડેક્સમાં અત્યાર સુધીમાં લગભગ 8.5 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ છેલ્લા 5 વર્ષનું સૌથી શાનદાર સાપ્તાહિક (Weekly) પ્રદર્શન છે. આ અગાઉ ફેબ્રુઆરી 2021 ના પહેલા સપ્તાહમાં આ ઈન્ડેક્સમાં 16 ટકાની જંગી તેજી આવી હતી.
સળંગ 6 અઠવાડિયાનાઘટાડાબાદજોરદારકમબેક
આ તેજીની સૌથી ખાસ વાત એ છે કે, નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ છેલ્લા સતત 6 અઠવાડિયાથી લાલ નિશાનમાં એટલે કે ઘટાડા સાથે બંધ થઈ રહ્યો હતો. પરંતુ આ અઠવાડિયે ઈન્ડેક્સે ફુલ પાવર સાથે વાપસી કરી છે. ઈન્ડેક્સમાં સામેલ તમામ બેન્કિંગ શેરોમાં શાનદાર ખરીદી જોવા મળી છે. આ ઉછાળામાં પ્રાઇવેટ સેક્ટર અને સરકારી (PSU) એમ બંને પ્રકારની બેન્કોના મજબૂત પ્રદર્શનનો મોટો ફાળો છે.
આ 11 બેન્કિંગશેરોમાંદેખાઈસૌથીવધુતેજી:
આવો જોઈએ કઈ બેન્કના શેરમાં કેટલો ઉછાળો આવ્યો છે:
1. Axis Bank (એક્સિસબેન્ક): આ સપ્તાહમાં એક્સિસ બેન્કનો શેર સૌથી વધુ 13.1% ઉછળ્યો છે. નવેમ્બર 2020 પછી આલ તેનું સૌથી બેસ્ટ વીકલી પરફોર્મન્સ છે, જ્યારે શેરમાં આવી જ મોટી તેજી જોવા મળી હતી.
2. AU Small Finance Bank (એયુસ્મોલફાઇનાન્સબેન્ક): આંકડા મુજબ આ બેન્કના શેરમાં આ અઠવાડિયે 12.9% નો વધારો જોવા મળ્યો છે. અગાઉ 15% ની તેજી સાથે આ એક મોટો ઉછાળો છે.
3. Bank of Baroda (બેન્કઓફબરોડા): આ અઠવાડિયે બેન્ક ઓફ બરોડાના શેરમાં 10.6% નો ઉછાળો આવ્યો છે. છેલ્લે મે 2023 માં આ શેરમાં 12% ની મોટી તેજી જોવા મળી હતી.
4. Canara Bank (કેનેરાબેન્ક): સરકારી બેન્ક એવા કેનેરા બેન્કના શેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 10% ની મજબૂત લીડ નોંધાઈ છે. આ અગાઉ પણ તેણે એક સપ્તાહમાં 10% થી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો.
5. IDFC First Bank (આઈડીએફસીફર્સ્ટબેન્ક): આ સપ્તાહમાં આ શેર 9.15% વધ્યો છે. જૂન 2023 (જ્યારે 14% વધ્યો હતો) પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે.
6. Union Bank of India (યુનિયનબેન્કઓફઈન્ડિયા): આ અઠવાડિયે અત્યાર સુધીમાં યુનિયન બેન્કનો શેર 8.7% ચઢ્યો છે. આ સરકારી બેન્ક માટે એક શાનદાર સપ્તાહ સાબિત થયું છે.
7. ICICI Bank (આઈસીઆઈસીઆઈબેન્ક): પ્રાઈવેટ સેક્ટરની આ દિગ્ગજ બેન્કના શેરમાં 8.6% નો વધારો થયો છે. અગાઉ ફેબ્રુઆરી 2021 માં આ શેરમાં 13% ની જંગી તેજી આવી હતી.
8. Federal Bank (ફેડરલબેન્ક): આ સપ્તાહમાં ફેડરલ બેન્કના શેરમાં 8% નો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી 2024 પછી આ તેનું સૌથી સારું વીકલી પરફોર્મન્સ છે.
9. HDFC Bank (એચડીએફસીબેન્ક): દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક એચડીએફસીના શેરમાં આ સપ્તાહે 8% ની બઢત જોવા મળી છે. જુલાઈ 2021 પછી (જ્યારે 15% નો ઉછાળો આવ્યો હતો) આ તેનું સૌથી સારું પ્રદર્શન છે.
10. Yes Bank (યસબેન્ક): નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં હાલમાં જ સામેલ થયેલા યસ બેન્કના શેરમાં આ અઠવાડિયે 7 ટકાની શાનદાર તેજી નોંધાઈ છે.
11. Punjab National Bank (પંજાબનેશનલબેન્ક - PNB): PNB ના શેરમાં છેલ્લા એક સપ્તાહમાં 6.5 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ તેનું સૌથી બેસ્ટ વીકલી પરફોર્મન્સ છે.
માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે 6 અઠવાડિયાના સતત ઘટાડા પછી બેન્કિંગ સેક્ટરમાં આવેલો આ બમ્પર ઉછાળો રોકાણકારો માટે પોઝિટિવ સંકેત છે. વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ બેન્કિંગ શેરોના આકર્ષક વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને તળિયેથી જબરદસ્ત ખરીદી કરી છે, જેના કારણે બજારમાં આ હકારાત્મક માહોલ સર્જાયો છે.