FPIની વેચવાલી ઓછી થશે ત્યારે જ નિફ્ટી સેન્સેક્સમાં તેજી આવશે: દિપન મહેતા | Moneycontrol Gujarati
Get App

FPIની વેચવાલી ઓછી થશે ત્યારે જ નિફ્ટી સેન્સેક્સમાં તેજી આવશે: દિપન મહેતા

Next, we will know how the market will move from Dipan Mehta, director of Elixir Equities.

અપડેટેડ 05:53:23 PM Nov 06, 2023 પર
Story continues below Advertisement
દિપન મહેતાનું માનવું છે કે IT કંપનીઓમાં હાલમાં રોકાણ કરવાનો સમય નથી. મિડકેપ ITના વેલ્યુએશન હજુ પણ વધારે છે.

દિપન મહેતાનું કહેવુ છે કે આ વર્ષ બજાર માટે ઘણું સારું રહ્યું છે. અમુક મહિના સુધી બજાર સાઈડવેઝ રહેશે. વૈશ્વિક બજારમાં તેજી આવે ત્યારે ભારતીય લાર્જકેપ પણ વધશે. વિદેશીઓ ઉતાવળમાં વેચતા અને ખરીદતા હોય છે. સ્થાનિક રોકાણકારો સારા ભાવે ખરીદવામાં આવે છે.

દિપન મહેતાના મતે લાંબાગાળે ભારતના બજાર વૈશ્વિક બજારથી ડીકપલ થયા છે. FPIની વેચવાલી ઓછી થશે ત્યારે જ નિફ્ટી સેન્સેક્સમાં તેજી આવશે. રાજ્યોના ચૂંટણીના પરિણામ વિપરિત આવશે તો બજાર ઘટી શકે છે. ભારતીય બજારમાં રોકાણ માટે ઘણી વૈવિધ્યતા છે. ભારતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો મળી જશે.

Top Trading Ideas: એક્સપર્ટ્સના બતાવેલા આજના પસંદગીના સ્ટૉક્સ જો 3-4 સપ્તાહમાં બદલી શકે છે તમારી કિસ્મત


દિપન મહેતાના મુજબ બેન્ક, ઓટોમોબાઈલ અને ફાર્માના પરિણામ ઘણાં સારા આવ્યા છે. આ સેક્ટરમાં અત્યારે તેજી જોવા મળી છે. સિમેન્ટમાં પરિણામ બાદ તેજી આવી છે. બેન્કોના NBFCsના વેલ્યુએશન સસ્તા, પરિણામ સારા છે. બેન્કોમાં ઓવર ઓનરશીપની સમસ્યા છે. BFSI માં ન્યુટ્રલ થઈ જવું જોઈએ. પોર્ટફોલિયો સારી વૈવિધ્યતા ધરાવતો હોવો જોઈએ.

દિપન મહેતાનું માનવું છે કે IT કંપનીઓમાં હાલમાં રોકાણ કરવાનો સમય નથી. મિડકેપ ITના વેલ્યુએશન હજુ પણ વધારે છે. હેલ્થકેર સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય છે. ઓટો આવનારા સમયમાં માર્કેટ પર્ફોર્મર બની શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2023 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.