F&O કરતા માત્ર 1% ઇન્વેસ્ટર્સ જ કરી શક્યા પ્રોફિટ, અન્ય ને રૂપિયા 75,000 કરોડનું નુકસાન - ચેક કરીલો સંપૂર્ણ ડેટા
ફ્યુચર્સ અને ઓપ્શન સાથે સંકળાયેલા એક કરોડથી વધુ વ્યક્તિગત ટ્રેડર્સમાંથી, 93 ટકાએ 3 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2021-22થી 2023-24 દરમિયાન ટ્રેડર દીઠ આશરે રુપિયા 2 લાખ (ટ્રાન્ઝેક્શન ખર્ચ સહિત)નું સરેરાશ નુકસાન સહન કર્યું છે. આ સમયગાળા દરમિયાન આવા રોકાણકારોનું કુલ નુકસાન રુપિયા 1.8 લાખ કરોડથી વધુ હતું.
રોકાણકારોને 3 વર્ષમાં કુલ 1.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું
Future&options: દેશમાં ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)નો ક્રેઝ વધી રહ્યો છે. રાતોરાત અમીર બનવા માટે, નાના ઇન્વેસ્ટર્સ આડેધડ રીતે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં કોલ-પુટના સોદા પાડી રહ્યાં છે. જોકે, આ સેગમેન્ટમાં નફો ઘટી રહ્યો છે અને નુકસાન વધી રહ્યું છે. આપને જણાવી દઈએ કે આ સેગમેન્ટમાં માત્ર 1% ઇન્વેસ્ટર્સે સરેરાશ 1 લાખ રૂપિયાનો નફો કર્યો છે, જ્યારે બાકીના લોકોએ 75,000 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
રોકાણકારોને 3 વર્ષમાં કુલ 1.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં, 91 ટકા એટલે કે 73 લાખ વ્યક્તિગત ટ્રેડર્સએ ગયા નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેડર્સોને વ્યક્તિ દીઠ સરેરાશ 1.2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. બજાર નિયામક સેબી દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટડીમાં આ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, ફ્યુચર્સ અને ઓપ્શન સાથે સંકળાયેલા એક કરોડથી વધુ વ્યક્તિગત ટ્રેડર્સમાંથી, 93 ટકાને 3 વર્ષ દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2023- દરમિયાન ટ્રેડર દીઠ સરેરાશ રુપિયા 2 લાખનું નુકસાન થયું છે.. આ સમયગાળા દરમિયાન આવા રોકાણકારોનું કુલ નુકસાન રુપિયા 1.8 લાખ કરોડથી વધુ હતું.
ઇન્વેસ્ટર્સે માત્ર 1 વર્ષમાં 75,000 કરોડ રૂપિયા ગુમાવ્યા
એકલા નાણાકીય વર્ષ 2023-24માં જ રોકાણકારોને કુલ રુપિયા 75,000 કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટોચના 3.5 ટકા (લગભગ 4 લાખ) રોકાણકારો કે જેમણે સૌથી વધુ નુકસાન સહન કર્યું છે તેઓએ આ સમયગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શન ખર્ચ સહિત વ્યક્તિ દીઠ સરેરાશ રુપિયા 28 લાખ ગુમાવ્યા છે.
માત્ર 1 ટકા ઇન્વેસ્ટર્સે 1 લાખ રૂપિયાની કમાણી કરી
બીજી તરફ, માત્ર 7.2 ટકા ઇન્વેસ્ટર્સે 3-વર્ષના સમયગાળામાં નફો કર્યો અને માત્ર 1 ટકા રોકાણકારો ટ્રાન્ઝેક્શન ખર્ચને સમાયોજિત કર્યા પછી રુપિયા 1 લાખથી વધુનો નફો કરવામાં સફળ રહ્યા. વધુમાં, છૂટક રોકાણકારો અથવા વ્યક્તિગત ટ્રેડર્સની સંખ્યા 2 વર્ષમાં લગભગ બમણી થઈને નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 96 લાખ થઈ ગઈ છે જે 2021-22માં લગભગ 51 લાખ હતી. જો કે, આવા ઇન્વેસ્ટર્સે નાણાકીય વર્ષ 2023-24માં કુલ બિઝનેસમાં લગભગ 30 ટકા યોગદાન આપ્યું હતું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.