વિરાજ મહેતાનું કહેવુ છે કે છેલ્લાં 3-6 મહિનાઓમાં ઘણાં નેગેટિવ સમાચાર આવ્યા. ટેરિફથી અમુક કંપનીઓના માર્જિનમાં પણ ઘટાડો આવશે. US એક્સપોઝર ધરાવતા સ્ટોકમાં હાલમાં દૂર રહેવું જોઈએ. GST કાપથી Q3માં સેલ્સ ગ્રોથ સારો આવી શકે છે. સ્થાનિક બજારમાં કામ કરતી કંપનીઓ પર ધ્યાન આપો. ડેરી કંપનીઓને આ GST કાપથી ઘણો ફાયદો થશે.