PB Fintech Share Price Today: CEOની સફાઈ અને બ્રોકરેજના સપોર્ટ છતાં શેરમાં 6%ની ઇન્ટ્રાડે કડાકો | Moneycontrol Gujarati
Get App

PB Fintech Share Price Today: CEOની સફાઈ અને બ્રોકરેજના સપોર્ટ છતાં શેરમાં 6%ની ઇન્ટ્રાડે કડાકો

PB Fintechના શેરમાં ઇન્ટ્રાડે લગભગ 6%નો ઘટાડો થયો હતો. ગ્રુપ CEO યશિશ દહિયાના રાજીનામાની અટકળો વચ્ચે શેરમાં વેચવાલી આવી હતી, જોકે દહિયાએ બાદમાં આ અહેવાલોને ખોટા ગણાવીને પોતાની ભૂમિકામાં ચાલુ રહેવાની સ્પષ્ટતા કરી હતી. Bernsteinના મતે સંભવિત ઇન્શ્યોરન્સ કમિશન નિયમોની અસર PB Fintech પર મર્યાદિત રહી શકે છે.

અપડેટેડ 03:24:19 PM Sep 17, 2026 પર
Story continues below Advertisement
CEO યશિશ દહિયાના રાજીનામાની અટકળો વચ્ચે PB Fintechના શેરમાં ઇન્ટ્રાડે 6% સુધીનો ઘટાડો, બાદમાં દહિયાએ અહેવાલોને ખોટા ગણાવ્યા.

PB Fintech Shares in Focus: આજે પીબી ફિનટેકના શેરમાં લગભગ 6%નો ઘટાડો જોવા મળ્યો અને શેર ઇન્ટ્રાડે ₹1,718.10ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. કંપનીના ગ્રુપ CEO યશિશ દહિયા રાજીનામું આપવાના હોવાની અટકળોને કારણે શેરમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, CNBC-TV18ના અહેવાલ અનુસાર બાદમાં યશિશ દહિયાએ આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું કે તેઓ કંપનીમાં પોતાની વર્તમાન ભૂમિકામાં જ ચાલુ રહેશે.

બર્નસ્ટેનએ કહ્યું- પીબી ફિનટેક પર નિયમોની અસર મર્યાદિત

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેનના મતે, ઇન્શ્યોરન્સ કમિશનમાં ઘટાડાને લગતા સરકારના સંભવિત નિયમોની પીબી ફિનટેક પર અસર મર્યાદિત રહેવાની શક્યતા છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપની પર રહેલી રેગ્યુલેટરી અનિશ્ચિતતાનું દબાણ ઘટી રહ્યું છે. CNBC-TV18એ સૂત્રોના દ્વાને જણાવ્યું છે કે ઈન્શ્યોરન્સ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI) ટૂંક સમયમાં ઇન્શ્યોરન્સ કમિશન અને ડિસ્ટ્રિબ્યુશન અંગે કન્સલ્ટેશન પેપર જાહેર કરી શકે છે.


આ ડોક્યુમેન્ટમાં ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સના કમિશન અને ખર્ચની મર્યાદા અંગે ચર્ચા થઈ શકે છે. અહેવાલ મુજબ, બેન્કો દ્વારા મેળવવામાં આવતા કમિશનમાં વધુ મોટો ઘટાડો થઈ શકે છે, જ્યારે રિટેલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સમાં ઘટાડો પ્રમાણમાં ઓછો રહી શકે છે. બર્નસ્ટેનનું માનવું છે કે રેગ્યુલેટરી મુદ્દાઓ ઉદ્યોગ સાથે ચર્ચા કરીને ઉકેલવામાં આવી શકે છે અને તેનો પીબી ફિનટેક પર મર્યાદિત પ્રભાવ રહેવાની શક્યતા છે.

'હાર્ડ-બંડલ્ડ' પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન

બર્નસ્ટેનએ જણાવ્યું છે કે કમિશનમાં કોઈપણ ઘટાડો ઉદ્યોગ સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે. બેન્કો દ્વારા વેચાતા 'હાર્ડ-બંડલ્ડ' પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન આપવામાં આવી શકે છે, જ્યારે રિટેલ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પર કમિશનમાં ઘટાડો ઓછો રહી શકે છે. બ્રોકરેજના મતે, રેગ્યુલેટરી નિયમોને લઈને રહેલી ચિંતાઓ સહમતીથી ઉકેલાઈ શકે છે અને PB Fintech પર તેની અસર મર્યાદિત રહેવાની અપેક્ષા છે.

પીબી ફિનટેક કરશે પીબી વ્હિલ્સમાં ₹10 કરોડ સુધીનું રોકાણ

આ દરમિયાન, પીબી ફિનટેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની હાલની સબ્સિડિયરી માયલોન કેર વેંચર્સમાં બાકી રહેલી 20% ઇક્વિટી હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદો પૂર્ણ થયા બાદ માયલોન કેર વેંચર્સ કંપનીની સંપૂર્ણ માલિકીની સબ્સિડિયરી (WOS) બની જશે. આ ઉપરાંત, બોર્ડે કંપનીની સંપૂર્ણ માલિકીની સબ્સિડિયરી PB Wheelsમાં એક અથવા વધુ તબક્કામાં ₹10 કરોડ સુધીનું મૂડી રોકાણ કરવાની પણ મંજૂરી આપી છે.

PB Fintech શેરની સ્થિતિ

હાલમાં PB Fintechનો શેર ₹66.95 અથવા 3.66% ઘટીને ₹1,763ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન શેરે ₹1,844.20નો હાઇ અને ₹1,719.30નો લો બનાવ્યો. શેરનું ટ્રેડિંગ વોલ્યુમ આશરે 3,02,194 શેર રહ્યું છે. પાંચ દિવસનું સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ 1,23,605 શેર છે. એટલે કે આજના વોલ્યુમમાં આશરે 144.48%નો વધારો નોંધાયો છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Venus Pipes Share: ₹372 કરોડનું ફંડિંગ મેળવવાનો રસ્તો સાફ, મંજૂરી બાદ શેર 8% ઉછળ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 3:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.