શેરબજાર માટે શરૂ થયો ‘રાહુ કાળ'! ક્રૂડ ઓઇલના ઉછાળા વચ્ચે રોકાણકારો માટે નિલેશ શાહની મોટી ચેતવણી | Moneycontrol Gujarati
Get App

શેરબજાર માટે શરૂ થયો ‘રાહુ કાળ'! ક્રૂડ ઓઇલના ઉછાળા વચ્ચે રોકાણકારો માટે નિલેશ શાહની મોટી ચેતવણી

Share Market News: શેરબજાર પર મિડલ ઇસ્ટના તણાવ અને ક્રૂડ ઓઇલની અસર વિશે કોટક મહિન્દ્રા AMC ના નિલેશ શાહે મોટી ચેતવણી આપી છે. જાણો તેલના ભાવને કેમ ગણાવ્યો ‘રાહુ કાળ' અને રોકાણકારોએ હવે ક્યાં રોકાણ કરવું જોઈએ.

અપડેટેડ 10:37:12 AM Mar 12, 2026 પર
Story continues below Advertisement
Share Market News: શેરબજાર પર મિડલ ઇસ્ટના તણાવ અને ક્રૂડ ઓઇલની અસર વિશે કોટક મહિન્દ્રા AMCના નિલેશ શાહે મોટી ચેતવણી આપી છે.

Share Market News: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સંકટની સીધી અસર ભલે ભારતમાં ન દેખાતી હોય, પરંતુ તેના આર્થિક ઝટકા શેરબજાર અને અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. કોટક મહિન્દ્રા AMCના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહનું માનવું છે કે શેરબજારને અનિશ્ચિતતા જરાય પસંદ નથી. તેમણે ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને ભારતીય અર્થવ્યવસ્થાની કુંડળીનો ‘રાહુ કાળ' ગણાવ્યો છે.

ક્રૂડ ઓઇલ: અર્થવ્યવસ્થા માટે સૌથી મોટું રિસ્ક

નિલેશ શાહે જણાવ્યું છે કે હાલમાં માર્કેટ માટે સૌથી મોટું જોખમ ક્રૂડ ઓઇલ છે. તેલની ઊંચી કિંમતો એક એવા ‘રાહુ કાળ' સમાન છે, જેને નજરઅંદાજ કરવું અશક્ય છે. સતત મોંઘુ રહેતું તેલ માત્ર મોંઘવારી જ નથી વધારતું, પરંતુ રૂપિયાના મૂલ્ય, બોન્ડ યીલ્ડ અને ઇક્વિટી સેન્ટિમેન્ટ પર પણ ભારે દબાણ ઊભું કરે છે.

કેવી રીતે પડે છે સીધી અસર?

જો કાચા તેલના ભાવમાં 10% નો વધારો થાય, તો ભારતનો રિટેલ ફુગાવો (મોંઘવારી દર) સીધો 20-30 બેસિસ પોઇન્ટ વધી જાય છે. આ ઉપરાંત, તે GDP ના ગ્રોથને 10-20 બેસિસ પોઇન્ટ ઘટાડે છે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) માં 10-15 બેસિસ પોઇન્ટનો વધારો કરે છે. આપણા દેશ પર કોઈ મિસાઈલ નથી પડી રહી, પરંતુ ખાડી દેશોમાં કામ કરતા 90 લાખથી વધુ ભારતીયોની ચિંતા કરવી જરૂરી છે, કારણ કે તેઓ જે પૈસા મોકલે છે તે આપણા વિદેશી હૂંડિયામણનો બહુ મોટો હિસ્સો છે.


શેરબજારનું વેલ્યુએશન અને લાંબા ગાળાની તકો

શું હાલના લેવલ પર રોકાણ કરવું યોગ્ય છે? આના જવાબમાં નિલેશ શાહ કહે છે કે હાલમાં લાર્જ-કેપ અને મિડ-કેપ શેરનું વેલ્યુએશન યોગ્ય સ્તરે છે. તે બહુ સસ્તા નથી તો બબલ ઝોનમાં પણ નથી. જોકે, સ્મોલ-કેપ શેર્સ હજુ પણ મોંઘા છે. જો તમે શોર્ટ-ટર્મમાં 30% થી વધુ રિટર્ન પાછળ દોડી રહ્યા છો, તો માર્કેટ તમને મોંઘું લાગશે. પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક સારી તક છે. હાલના સમયમાં જે ક્વોલિટી શેર્સ સસ્તા થયા છે (પિટાઈ ગયા છે), તેમાં સમજી વિચારીને પૈસા લગાવવાનો આ સાચો સમય છે. આ ગભરાવવાનો નહિ, પણ ધીરજ રાખવાનો સમય છે.

કયા સેક્ટરમાં છે રોકાણની ઉત્તમ તક?

તાજેતરમાં આવેલા ઘટાડા બાદ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. શાહના જણાવ્યા અનુસાર, આ સેક્ટરનું વેલ્યુએશન હવે યોગ્ય થઈ ગયું છે. FY 27 માં આ સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે અને એસેટ ક્વોલિટીને લગતું કોઈ મોટું ટેન્શન નથી.

આ ઉપરાંત, ટ્રાવેલ, ટુરિઝમ અને એરલાઇન્સ જેવા સેક્ટર કે જે તેલના ભાવ વધારાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે, તેમાં પણ લાંબા ગાળા માટે બોટમ-અપ સ્ટોક સિલેક્શનનો ફાયદો ઉઠાવી શકાય છે.

કંપનીઓના પરિણામ (Q4) અને સરકારના પગલાં

તેલના ભાવ વધારાની સીધી અસર આગામી Q4 ના રિઝલ્ટ પર જોવા મળશે. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક અને ફર્ટિલાઇઝર સેક્ટરના માર્જિન પર દબાણ આવી શકે છે.

જોકે, આ સંકટને પહોંચી વળવા સરકાર ઓઇલ અને ગેસના લોકલ પ્રોડક્શન તેમજ ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી પર વધુ ભાર મૂકી શકે છે. ભૂતકાળમાં પણ ભારતે આવા સંકટ સમયે સ્માર્ટ પગલાં લઈને તેલ પરની નિર્ભરતા ઘટાડી છે.

નિલેશ શાહની સ્પષ્ટ સલાહ છે કે રોકાણકારોએ પોતાનું એસેટ એલોકેશન યોગ્ય રીતે કરવું જોઈએ. માર્કેટમાં આવતા ઘટાડા (કરેક્શન) હંમેશા ખરાબ નથી હોતા, તે હેલ્ધી હોય છે. આ સમયનો ઉપયોગ સારી ક્વોલિટીના શેર્સમાં સિસ્ટમેટિક (SIP) રીતે રોકાણ કરવા માટે કરો. ભારતની ગ્રોથ સ્ટોરી લાંબા ગાળા માટે મજબૂત છે, તેથી પોર્ટફોલિયો ડાયવર્સિફાય રાખો અને ધીરજપૂર્વક રોકાણ ચાલુ રાખો.

આ પણ વાંચો- સ્ટોક માર્કેટમાં Growwનો જલવો! ફેબ્રુઆરીમાં સૌથી વધુ ક્લાયન્ટ્સ જોડ્યા, Zerodha અને Angel One રહી ગયા ઘણા પાછળ

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2026 10:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.