RailTel Share Price: 108 કરોડનો નવો ઓર્ડર મળતા જ રેલટેલના શેરમાં શાનદાર ઉછાળો, જાણો રોકાણકારોને કેટલો ફાયદો થયો
નવરત્ન PSU કંપની RailTel ને 108 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળતા જ બજારમાં શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જાણો આ સરકારી શેરના લેટેસ્ટ ટાર્ગેટ અને ઓર્ડરની સંપૂર્ણ વિગત.
રેલટેલના શેરનો 52 સપ્તાહનો હાઈ 430.55 રૂપિયા છે, જે 02 જુલાઈ, 2025 ના રોજ નોંધાયો હતો. જ્યારે તેનો 52 સપ્તાહનો લો 244.95 રૂપિયા છે, જે 30 માર્ચ, 2026 ના રોજ જોવા મળ્યો હતો.
RailTel Share Price: બુધવારના ટ્રેડિંગ સેશનમાં નવરત્ન સરકારી કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આ શેર ઈન્ટ્રા-ડેમાં 5.57 ટકા ઉછળીને 325.40 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, દિવસ આગળ વધતા બપોરે 2:22 વાગ્યાની આસપાસ આ શેર 3 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. બુધવારે સવારે આ શેર 311 રૂપિયા પર ખૂલ્યો હતો, જ્યારે મંગળવારે તે 307.95 રૂપિયા પર બંધ થયો હતો.
શેરમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ શું છે?
આ શાનદાર તેજી પાછળનું મુખ્ય કારણ કંપનીને મળેલો એક મોટો અને નવો ઓર્ડર છે. મંગળવારે માર્કેટ બંધ થયા બાદ એક્સચેન્જ ફાઇલિંગમાં રેલટેલે માહિતી આપી હતી કે, તેને કોલ ઇન્ડિયાની સબસિડિયરી કંપની 'મહાનદી કોલફિલ્ડ્સ' તરફથી લગભગ 107.61 કરોડ રૂપિયાનો નવો ડોમેસ્ટિક ઓર્ડર મળ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ રેલટેલ 60 મહિનાના ભાડાપટ્ટે (રેન્ટલ બેઝ પર) MPLS VPN નેટવર્ક તૈયાર કરશે. કંપનીએ આ મોટો પ્રોજેક્ટ 30 જૂન, 2031 સુધીમાં પૂરો કરવાનો રહેશે.
કંપનીને મળ્યા છે અન્ય 2 મોટા ઓર્ડર
માત્ર મહાનદી કોલફિલ્ડ્સ જ નહીં, પરંતુ રેલટેલને હાલમાં જ બીજા બે મોટા કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન: રેલટેલને થાણે તરફથી 13.60 કરોડ રૂપિયાનો લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) મળ્યો છે. આ એગ્રીમેન્ટ હેઠળ રેલટેલ 10 વર્ષ માટે 'ડિજીથાણે' સિટીઝન એંગેજમેન્ટ પ્લેટફોર્મના ડેવલપમેન્ટ, અપગ્રેડેશન અને મેન્ટેનન્સ માટે ટેકનોલોજી પાર્ટનર તરીકે કામ કરશે. આ કોન્ટ્રાક્ટ 28 જૂન, 2036 સુધી ચાલશે.
ગોવા લેબર વેલફેર બોર્ડ: આ અઠવાડિયાની શરૂઆતમાં જ કંપનીને ગોવા લેબર વેલફેર બોર્ડ માટે એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન પોર્ટલ બનાવવા માટે 27.06 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો.
રેલટેલ શેરનો ઇતિહાસ અને ટ્રેન્ડ
નબળા માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે પણ આ રેલવે શેરમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. ચાલો જાણીએ તેના રિટર્નની લેટેસ્ટ વિગતો,,છેલ્લા એક મહિનામાં આ શેરમાં 3.21 ટકાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં (YTD) તે 13.38 ટકા ગગડ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં 25 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર મલ્ટીબેગર સાબિત થયો છે. 3 વર્ષમાં તેણે 146 ટકા અને 5 વર્ષમાં 129.25 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.
52 સપ્તાહની સપાટી
રેલટેલના શેરનો 52 સપ્તાહનો હાઈ 430.55 રૂપિયા છે, જે 02 જુલાઈ, 2025 ના રોજ નોંધાયો હતો. જ્યારે તેનો 52 સપ્તાહનો લો 244.95 રૂપિયા છે, જે 30 માર્ચ, 2026 ના રોજ જોવા મળ્યો હતો. હાલમાં આ સ્ટોક પોતાના 52 સપ્તાહના હાઈથી 25.05 ટકા નીચે અને લોથી 31.74 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.