ભારતીય અર્થવ્યવસ્થા અને સરકારના ખજાના માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. દેશની મધ્યસ્થ બેન્ક એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ કેન્દ્ર સરકારને અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ સોંપીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
ભારતીય અર્થવ્યવસ્થા અને સરકારના ખજાના માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. દેશની મધ્યસ્થ બેન્ક એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ કેન્દ્ર સરકારને અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ સોંપીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
સરકારને મળ્યું રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ
RBI દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, બેન્કના સેન્ટ્રલ બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2,86,588.46 કરોડ રૂપિયા (લગભગ 2.86 લાખ કરોડ રૂપિયા) નું ડિવિડન્ડ આપવાની મંજૂરી આપી દીધી છે. આ રકમ સરકારી તિજોરી માટે મોટો ટેકો સાબિત થશે, જેનાથી દેશના વિકાસ કાર્યોને વેગ મળશે.
RBI ની આવક અને ખર્ચમાં મોટો ઉછાળો
જો બેન્કની કમાણીની વાત કરીએ તો, FY25ની સરખામણીમાં RBI ની કુલ આવકમાં 26.42 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. જોકે, તેની સામે રિસ્ક પ્રોવિઝન પહેલાંના ખર્ચમાં પણ 27.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. આમ છતાં, બેન્કની મજબૂત કમાણીને કારણે સરકારને આટલું મોટું ડિવિડન્ડ આપવું શક્ય બન્યું છે.
બેલેન્સશીટ 91 લાખ કરોડને પાર
RBI એ પોતાના નિવેદનમાં બેલેન્સશીટના તાજા આંકડા પણ રજૂ કર્યા છે. 31 માર્ચ, 2026 ના રોજ પૂરા થતા વર્ષના આંકડા મુજબ,,બેન્કની બેલેન્સશીટમાં 20.61 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. આ વધારા સાથે RBI ની કુલ બેલેન્સશીટ વધીને 91,97,121.08 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રિવાઇઝ્ડ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક (ECF) નિયમો અનુસાર, બેન્કને તેની બેલેન્સશીટની સાઇઝના 4.5 થી 7.5 ટકાની વચ્ચે 'કન્ટિજન્સી રિસ્ક બફર' (CRB) જાળવી રાખવાની મંજૂરી છે, જેનું બેન્ક યોગ્ય રીતે પાલન કરી રહી છે.
અગાઉના વર્ષોમાં કેટલું મળ્યું હતું ડિવિડન્ડ?
સરકારને મળતા ડિવિડન્ડનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ચાલો અગાઉના વર્ષોના આંકડા પર નજર કરીએ
નાણાકીય વર્ષ 2024-25ના ગયા વર્ષે RBI એ કેન્દ્ર સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. તેના એક વર્ષ પહેલા કેન્દ્ર સરકારને રિઝર્વ બેન્ક પાસેથી 2.11 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ પ્રાપ્ત થયું હતું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.