RIL AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGM આજે, જાણો કઈ મોટી જાહેરાતો પર રહેશે આખા બજારની નજર | Moneycontrol Gujarati
Get App

RIL AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGM આજે, જાણો કઈ મોટી જાહેરાતો પર રહેશે આખા બજારની નજર

આજે બપોરે 2 વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGM યોજાવા જઈ રહી છે. રોકાણકારોની નજર જિયોના લિસ્ટિંગ, ન્યૂ એનર્જી પ્રોજેક્ટ્સ અને AI અંગેની મહત્વની જાહેરાતો પર ટકેલી છે.

અપડેટેડ 09:15:31 AM Jun 19, 2026 પર
Story continues below Advertisement
કંપનીના તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2025 માં રિલાયન્સની આવક 10,71,174 કરોડ રૂપિયા હતી, જે 2026 માં નોંધપાત્ર રીતે વધીને 11,75,919 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

RIL AGM 2026: શેરબજારના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભા (AGM) આજે શુક્રવાર, 19 જૂનના રોજ બપોરે 2 વાગ્યે યોજાવા જઈ રહી છે.

આખા બજારની નજર આ મેગા ઇવેન્ટ પર છે. ખાસ કરીને કંપનીના ટેલિકોમ યુનિટના લિસ્ટિંગ, ન્યૂ એનર્જી સેક્ટરમાં થયેલી પ્રગતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લગતી ભવિષ્યની યોજનાઓ વિશે શું અપડેટ મળે છે તેની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કંપનીનો શાનદાર નાણાકીય ગ્રોથ

કંપનીના તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2025 માં રિલાયન્સની આવક 10,71,174 કરોડ રૂપિયા હતી, જે 2026 માં નોંધપાત્ર રીતે વધીને 11,75,919 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નફાની વાત કરીએ તો 2025 માં કંપનીને 81,309 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે 2026 માં આ નફો જંગી ઉછાળા સાથે 95,754 કરોડ રૂપિયા નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન કંપનીનું એબિટડા (EBITDA) પણ 2025 ના 1,83,422 કરોડ રૂપિયાથી વધીને 2026 માં 2,07,911 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડા કંપનીની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.

આજની AGM માં આ મુદ્દાઓ પર રહેશે ખાસ નજર


જિયો પ્લેટફોર્મ્સનું લિસ્ટિંગ

આજની બેઠકમાં આ સૌથી મોટો ટ્રિગર પોઈન્ટ છે. કંપનીના મેનેજમેન્ટે 2026 ના પહેલા છ મહિનામાં જિયોના લિસ્ટિંગનો સંકેત આપ્યો હતો. હવે બજાર આ લિસ્ટિંગની ચોક્કસ ટાઈમલાઈન જાણવા માંગે છે.

ન્યૂ એનર્જી બિઝનેસ

જામનગરમાં આવેલા ગીગા કોમ્પ્લેક્સમાં કંપનીએ જંગી રોકાણ કર્યું છે. અહીં હવે કોમર્શિયલ કામકાજ શરૂ થવાની તૈયારી છે. આ પ્રોજેક્ટ ક્યારે અને કેવી રીતે શરૂ થશે તેના શેડ્યુલ પર સૌની નજર રહેશે.

AI અને ડેટા સેન્ટર

રિયલાયન્સ અત્યારે AI અને ડેટા સેન્ટર પર મોટું ફોકસ કરી રહી છે. હમણાં જ 10 જૂન 2026 ના રોજ કંપનીએ જામનગરમાં 168 મેગાવોટના AI ડેટા સેન્ટર માટે મેટા (Meta) સાથે મોટો કરાર કર્યો છે. રોકાણકારો એ જોશે કે શું આ ડીલ પછી અન્ય કોઈ મોટા ગ્લોબલ પ્લેયર્સ પણ રિલાયન્સ સાથે જોડાશે કે નહીં.

રિલાયન્સ રિટેલ

છેલ્લી AGM માં કંપનીએ આગામી 5 વર્ષમાં પોતાના રિટેલ બિઝનેસને બમણો કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. છેલ્લા એક વર્ષમાં ગ્લોબલ માર્કેટમાં ઘણા પડકારો આવ્યા છે, ત્યારે હવે રિટેલ સેગમેન્ટનું ફ્યુચર આઉટલુક શું હશે તે જોવું રસપ્રદ રહેશે.

પારંપરિક બિઝનેસ

કંપનીના જૂના O2C અને પેટ્રોકેમિકલ બિઝનેસ અંગે પણ થોડી માહિતી આપવામાં આવી શકે છે. જોકે આ વખતે મેનેજમેન્ટનું મુખ્ય ફોકસ જિયો, રિટેલ અને ન્યૂ એનર્જી પર જ રહેવાની પૂરી શક્યતા છે.

આજની આ AGM માંથી આવનારા સમાચારોની સીધી અસર રિલાયન્સના શેર અને ઓવરઓલ શેરબજાર પર જોવા મળશે.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

આ પણ વાંચો-Stock Market Today : બજાર ખુલતા પહેલા જાણો આ મોટા સમાચાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે કેવો રહેશે માહોલ?

MoneyControl News

MoneyControl News

First Published: Jun 19, 2026 9:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.