RIL Share Price : રિલાયન્સની AGM પહેલા શેરમાં જોરદાર ઉછાળો, માત્ર 3 દિવસમાં 5% વધ્યો RILનો શેર
19 જૂને યોજાનારી રિલાયન્સની 49મી AGM પહેલા RIL ના શેરમાં માત્ર 3 દિવસમાં 5% નો મોટો ઉછાળો આવ્યો છે. મેટા સાથેની નવી ડીલ, સસ્તું ક્રૂડ ઓઇલ અને AGM માં મોટી જાહેરાતોની આશાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે.
RIL Share Price : ભારતીય શેરબજારમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ ધૂમ મચાવી છે. કંપનીની 49મી વાર્ષિક સાધારણ સભા 19 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ અતિ-મહત્વની મીટિંગ પહેલા જ રિલાયન્સના શેરમાં માત્ર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં 5% થી વધુનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
મંગળવારે સવારના કારોબારમાં આ શેર 1.87% સુધી ઉછળ્યો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ NSE પર રિલાયન્સનો શેર 21.70 રૂપિયા (1.66%) ના વધારા સાથે 1,328.70 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. રોકાણકારો આ AGM ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
19 જૂને યોજાશે 49મી AGM: બજારની નજર મોટી જાહેરાતો પર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGM 19 જૂને બપોરે 2 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. માર્કેટ એક્સપર્ટ્સ અને રોકાણકારોનું માનવું છે કે આ બેઠકમાં મુકેશ અંબાણી ટેલિકોમ, રિટેલ, ગ્રીન એનર્જી અને નવા બિઝનેસ અંગે કોઈ મોટી અને ઐતિહાસિક જાહેરાતો કરી શકે છે. આ મોટી આશાઓના કારણે જ શેરમાં સતત લેવાલી નીકળી છે.
RILના શેરમાં આવેલી આ ઐતિહાસિક તેજી પાછળના 3 મુખ્ય કારણો
1. અમેરિકા-ઈરાન શાંતિ કરાર અને સસ્તું ક્રૂડ ઓઈલ
અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારના અહેવાલોથી કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરીથી ખુલવાની આશાએ ગ્લોબલ સપ્લાય ચેન સુધરશે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 83 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગઈ હતી, જ્યારે WTI ક્રૂડ 80 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડ સસ્તું થવાથી રિલાયન્સના રિફાઇનિંગ બિઝનેસના માર્જિનમાં મોટો ફાયદો થશે.
2. ગ્લોબલ બેંકોની મોટી આગાહી
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વોલ સ્ટ્રીટની મોટી બેંકોએ ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની આગાહી કરી છે.
ગોલ્ડમૅન સૅશ : આ બેંકનું માનવું છે કે વર્ષના અંતિમ ક્વાર્ટરમાં બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની આસપાસ રહેશે, જે પહેલા 90 ડોલર રહેવાનો અંદાજ હતો.
મોર્ગન સ્ટેન્લી : તેમના મતે ત્રીજા ક્વાર્ટરમાં ક્રૂડ 90 ડોલર અને ચોથા ક્વાર્ટરમાં 80 ડોલરની આસપાસ રહેશે. આ નરમાશ રિલાયન્સ માટે અત્યંત પોઝિટિવ સમાચાર છે.
મેટા સાથે ડેટા સેન્ટર માટેની મેગા ડીલ: મહિનાની શરૂઆતમાં જ રિલાયન્સે એક મોટી જાહેરાત કરી હતી કે દિગ્ગજ ટેક કંપની 'મેટા' ભારતમાં પોતાનું પ્રથમ AI-આધારિત ડેટા સેન્ટર બનાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરશે.
આ મેગા પ્રોજેક્ટ હેઠળ રિલાયન્સ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટ ક્ષમતાવાળું એક આધુનિક ડેટા સેન્ટર બનાવશે અને મેટા તેને લીઝ પર લેશે. આ ડેટા સેન્ટરની ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, રિન્યુએબલ પાવર અને મેનેજમેન્ટનું કામ રિલાયન્સ સંભાળશે. આ ડીલથી AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રિલાયન્સની તાકાત અનેકગણી વધી જશે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.