Sansera Engineering ના શેરમાં 500% રિટર્ન બાદ ફરી તેજીની આશા, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ
22 સપ્ટેમ્બરે Sansera Engineeringના શેરમાં લગભગ 6%નો ઉછાળો આવ્યો. Goldman Sachsએ શેર પર Buy રેટિંગ જાળવી રાખીને ટાર્ગેટ પ્રાઈસ ₹4,500થી વધારીને ₹4,990 કર્યો છે. સેમિકન્ડક્ટર અને Automated Driving System પાર્ટ્સ બિઝનેસમાં લાંબા ગાળાની વૃદ્ધિની શક્યતા બ્રોકરેજે દર્શાવી છે. કંપનીને તાજેતરમાં $180 મિલિયનનો સેમિકન્ડક્ટર ઓર્ડર મળ્યો છે, જેના પગલે Goldman Sachsએ FY29ના કમાણીના અંદાજમાં વધારો કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શેરે IPO પ્રાઈસની સરખામણીએ લગભગ 510% રિટર્ન આપ્યું છે.
ગોલ્ડમેન સૅક્સના વધારેલા ₹4,990ના ટાર્ગેટ બાદ Sansera Engineeringના શેરમાં 6% ની તેજી જોવા મળી; $180 મિલિયનના સેમિકન્ડક્ટર ઓર્ડરથી FY29 કમાણીના અંદાજમાં વધારો થયો.
Sansera Engineering Share Price: ઓટો પાર્ટ્સ બનાવતી કંપની Sansera Engineering Ltd.ના શેરમાં મંગળવાર, 22 સપ્ટેમ્બરે જોરદાર તેજી જોવા મળી. શેરમાં આજે લગભગ 6%નો ઉછાળો આવ્યો છે. બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સ દ્વારા ટાર્ગેટ પ્રાઈસ વધારવામાં આવ્યા બાદ શેરમાં ખરીદી જોવા મળી.
ગોલ્ડમેન સૅક્સએ વધાર્યો ટાર્ગેટ પ્રાઈઝ
ગોલ્ડમેન સૅક્સએ Sansera Engineering પર પોતાનું Buy રેટિંગ જાળવી રાખ્યું છે. જોકે, બ્રોકરેજે શેરનો ટાર્ગેટ પ્રાઈસ ₹4,500થી વધારીને ₹4,990 કર્યો છે. આ ટાર્ગેટ વર્તમાન સ્તરથી આશરે 19%ના અપસાઇડને દર્શાવે છે.
સેમિકંડક્ટર સેક્ટરથી કંપનીને મળી શકે છે ફાયદો
ગોલ્ડમેન સૅક્સના જણાવ્યા અનુસાર, ભારતમાં તાજેતરમાં યોજાયેલા સેમિકોન ઇવેન્ટ દરમિયાન એપ્લાઈડ મટિરિયલ્સ અને એલએએમ રિસર્ચએ ભારતમાં પોતાના લોકલ સપ્લાયર ઇકોસિસ્ટમને વિકસાવવા અને R&D હાજરી વધારવા માટે અનુક્રમે $5 બિલિયન અને $1.2 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
ગોલ્ડમેન સૅક્સએ ગયા મહિને સનસેરા એન્જીનયરિંગનું કવરેજ શરૂ કર્યું ત્યારે જણાવ્યું હતું કે એપ્લાઈડ મટિરિયલ્સ અને એલએએમ રિસર્ચ કંપનીના હાઈ-માર્જિન ઓટોમેટેડ ડ્રિવિંદ સિસ્ટમ (ADS) પાર્ટ્સ સપ્લાય બિઝનેસ માટે લાંબા ગાળે ગ્રોથમાં યોગદાન આપી શકે છે.
$180 મિલિયનનો સેમિકંડક્ટર ઑર્ડર
ગયા મહિને સનસેરા એન્જિનયરીંગએ એક વર્તમાન ગ્રાહક પાસેથી $180 મિલિયનનો મોટો સેમિકંડકટર ઑર્ડર મળ્યો હોવાની જાહેરાત કરી હતી. આ ઓર્ડરને ધ્યાનમાં રાખીને ગોલ્ડમેન સૅક્સએ FY29 માટે કંપનીની કમાણીના અંદાજમાં વધારો કર્યો છે, જેથી આ નવી ડીલથી મળનારા સંભવિત ફાયદાને પણ તેમાં સામેલ કરી શકાય.
શેરે 5 વર્ષમાં 510% રિટર્ન આપ્યું
સનસેરા એન્જિનયરીંગ 24 સપ્ટેમ્બરે પબ્લિક કંપની તરીકે 5 વર્ષ પૂર્ણ કરશે. કંપનીનો શેર ₹744ના ઈશ્યૂ પ્રાઈસથી લગભગ 9% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં શેરે તેના ઈશ્યૂ પ્રાઈસની સરખામણીમાં લગભગ 510%નું રિટર્ન આપ્યું છે.
મંગળવારે સનસેરા એન્જિનયરીંગના શેર 5.5% વધીને ₹4,530.8ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં લગભગ 171%નો વધારો થયો છે. આ તેજી સાથે શેર લિસ્ટિંગ બાદના સૌથી મજબૂત કેલેન્ડર વર્ષ તરફ આગળ વધી રહ્યો છે. સનસેરા એન્જિનયરીંગને ટ્રેક કરતા 16 એનાલિસ્ટ્સમાંથી 11એ Buy અને 5એ Hold રેટિંગ આપ્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.