સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ઓપ્શન લેવરેજ અને ઓપ્શન પોઝિશનને કેશ માર્જિન સાથે જોડવાના પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરી છે. SEBIએ જણાવ્યું કે, હાલમાં આવી કોઈ યોજના પર વિચારણા થઈ રહી નથી. મીડિયામાં ચાલી રહેલી અટકળોને ખોટી ગણાવતાં SEBIએ કહ્યું કે, આવા કોઈ નિર્ણય પહેલાં બધા સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરવામાં આવશે અને નવા નિયમો માટે રાય લેવામાં આવશે.