Closing Bell: સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ, રોકાણકારોની નજર હવે RBIની પોલિસી પર | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ, રોકાણકારોની નજર હવે RBIની પોલિસી પર

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 13 પોઈન્ટ અને નિફ્ટી 10 પોઈન્ટ વધીને સપાટ બંધ રહ્યા. 5 જૂને આવનારી RBI ની મોનેટરી પોલિસી પર રોકાણકારોની નજર છે.

અપડેટેડ 03:54:25 PM Jun 04, 2026 પર
Story continues below Advertisement
હાલમાં શેરબજારની સંપૂર્ણ નજર RBI ની ક્રેડિટ પોલિસી અને વૈશ્વિક સંકેતો પર ટકેલી છે. રિઝર્વ બેંકના નિવેદન બાદ જ માર્કેટમાં કોઈ નવી અને સ્પષ્ટ દિશા જોવા મળી શકે છે.

Closing Bell: ભારતીય શેરબજારમાં 4 જૂનના ટ્રેડિંગ સેશનમાં ભારે ઉતાર-ચઢાવજોવા મળ્યો હતો. દિવસભરની ઉપર-નીચેની ચાલ બાદ અંતે માર્કેટ એકદમ સપાટ નોટ પર બંધ થયું હતું. બજારની આ સુસ્તી પાછળનું મુખ્ય કારણ 5 જૂને આવનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી છે. રોકાણકારો વ્યાજદરોના નિર્ણય પહેલા કોઈ મોટું રિસ્ક લેવા માંગતા નથી અને સાવચેતી રાખી રહ્યા છે.

આજના ક્લોઝિંગ આંકડા

કારોબારના અંતે બંને મુખ્ય ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા હતા,,,સેન્સેક્સ માત્ર 13.84 પોઈન્ટ એટલે કે 0.02 ટકાના સાધારણ વધારા સાથે 74,360.01 ના સ્તર પર બંધ થયો.નિફ્ટી 10.95 પોઈન્ટ એટલે કે 0.05 ટકાના મામૂલી ઉછાળા સાથે 23,416.55 ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ

Top Gainers


ટાઇટન કંપની, ઇટર્નલ, કોલ ઇન્ડિયા, સિપ્લા અને અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

Top Losers

ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરો આજે દબાણ હેઠળ રહ્યા હતા અને તેમાં વેચવાલી નોંધાઈ હતી.

કયા સેક્ટરે આપ્યો બજારને ટેકો?

સેક્ટરની દ્રષ્ટિએ જોઈએ તો, આજે બજારને નીચે પડતું રોકવામાં અમુક ખાસ સેક્ટર્સનો મોટો ફાળો રહ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરોમાં સારી એવી ખરીદી જોવા મળી હતી.

જોકે, સામે પક્ષે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મેટલ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. આ સેક્ટર્સના ઘટાડાએ માર્કેટની તેજીને રોકી રાખી અને બેન્ચમાર્ક ઇન્ડેક્સને એક રેન્જમાં જ બાંધી રાખ્યો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ચમકારો

મોટા શેરો ભલે ફ્લેટ રહ્યા હોય, પરંતુ બ્રોડર માર્કેટે આજે સારું પ્રદર્શન કર્યું હતું. નાના અને મધ્યમ કદના શેરોમાં રોનક જોવા મળી હતી. આંકડાકીય રીતે જોઈએ તો, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં લગભગ 0.7 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.6 ટકા જેટલો મજબૂત થઈને બંધ થયો હતો.

હાલમાં શેરબજારની સંપૂર્ણ નજર RBI ની ક્રેડિટ પોલિસી અને વૈશ્વિક સંકેતો પર ટકેલી છે. રિઝર્વ બેંકના નિવેદન બાદ જ માર્કેટમાં કોઈ નવી અને સ્પષ્ટ દિશા જોવા મળી શકે છે. ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવનો દોર ચાલુ રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો-Maruti Suzuki એ લોન્ચ કરી દેશની પહેલી 'ફ્લેક્સ-ફ્યુઅલ' કાર, 100% ઇથેનોલ પર દોડશે, શેરબજારમાં રોકાણકારોને જલસા

MoneyControl News

MoneyControl News

First Published: Jun 04, 2026 3:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.