સેન્સેક્સ 226 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,100 ની નીચે | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 226 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,100 ની નીચે

ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.18-1.89% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ 09:33:23 AM Aug 31, 2026 પર
Story continues below Advertisement
દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 180 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 126 અંક સુધી ગોથા લગાવ્યા છે.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 24,100 ની નીચે છે અને સેન્સેક્સ 77,037 પર છે. સેન્સેક્સે 226 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 99 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.29 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.33 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.28 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 226.68 અંક એટલે કે 0.29% ના ઘટાડાની સાથે 77,037.83 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 99.70 અંક એટલે કે 0.41% ટકા ઘટીને 24,075.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.18-1.89% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.03 ટકા મામૂલી વધારાની સાથે 57,513.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં એશિયન પેન્ટ્સ, ડિવિઝ લેબ્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન, એચડીએફસી બેન્ક, એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા અને એચડીએફસી 0.59-1.35 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને યૂપીએલ 0.70-1.35 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, અદાણી પાવર, પીબી ફિનટેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ 1.41-5.37 ટકા સુધી ઘટાડો છે. જ્યારે સીજી પાવર, ઈમામી, ઈન્ડિયન હોટલ્સ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને સેલ 0.89-1.61 ટકા વધારો છે.

સ્મૉલકેપ શેરોમાં આઈઆરબી ઈન્ફ્રા, ઈકેઆઈ એનર્જી, પીસી જ્વેલર્સ, પિટ્ટી એન્જીનિયરિંગ અને પ્લાસ્ટિબ્લેન્ડ્સ 4.5-7.75 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સુંદર મેનેજર્સ, નંદન ડેનિમ, ઓરિએન્ટ બેલ, એસવીપી ગ્લોબલ અને પંજાબ કેમિકલ્સ 5.26-7.76 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2026 9:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.