Share market: સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નજીક, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મોટાં કારણો | Moneycontrol Gujarati
Get App

Share market: સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નજીક, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મોટાં કારણો

આજના શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ તૂટીને 76905 પર અને નિફ્ટી 24000 ની સપાટીએ પહોંચ્યો છે. ફાર્મા શેરોમાં દબાણ છે, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મુખ્ય કારણો.

અપડેટેડ 10:03:31 AM Jul 22, 2026 પર
Story continues below Advertisement
બજારના આજના માહોલમાં મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. માત્ર એક ઓટો સેક્ટર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.

Share market: ગ્લોબલ માર્કેટના નકારાત્મક સંકેતો અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવને કારણે બુધવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા હતા. ફાર્મા અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે, જ્યારે ઓટો સેક્ટરના શેરોએ બજારમાં થોડી ચમક જાળવી રાખી છે.

સવારે 9:35 વાગ્યાના આંકડા મુજબ, સેન્સેક્સ 564.77 પોઈન્ટ્સ અથવા 0.73 ટકાના ઘટાડા સાથે 76,905.34 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 162.25 પોઈન્ટ્સ અથવા 0.67 ટકાના કડાકા સાથે 24,025.45 ના લેવલ પર આવી ગયો હતો. ઓવરઓલ જોતા સેન્સેક્સમાં 585 પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાયો છે.

આજના ટોપ ગેનર્સ અને લુઝર્સ શેરો

બજારના આજના માહોલમાં મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. માત્ર એક 'ઓટો સેક્ટર' જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.ઈન્ટરગ્લોબ એવિએશન, સિપ્લા, મેક્સ હેલ્થકેર, સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ લેબ્સ જેવા શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું છે. બજાજ ઓટો, ONGC, મારુતિ સુઝુકી, હિંડાલ્કો અને નેસ્લેના શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી રહી છે.

શેરબજારમાં ઘટાડા પાછળનાં 3 મુખ્ય કારણો


1) ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો 5 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.2% ના ઉછાળા સાથે 92 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઈમ્પોર્ટર દેશ છે. તેથી મોંઘુ ક્રૂડ ભારત માટે સીધી રીતે નેગેટિવ છે. આનાથી દેશમાં મોંઘવારી વધી શકે છે, વેપાર ખાદ્યમાં વધારો થઈ શકે છે અને કંપનીઓના પ્રોફિટ પર માઠી અસર પડી શકે છે.

2) ડોનાલ્ડ ટ્રમ્પની નવી 'ટેરિફ' નીતિ

આજે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ લગભગ 2 ટકા જેટલો તૂટીને સૌથી ખરાબ પર્ફોર્મ કરનાર સેક્ટર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત થતી 'જેનેરિક દવાઓ' પર ફેઝ્ડ ટેરિફ (તબક્કાવાર ટેક્સ) પ્લાન લાગુ કરવાની જાહેરાત કરી છે. ભારતની ફાર્મા કંપનીઓ તેમની કમાણીનો મોટો હિસ્સો અમેરિકન માર્કેટમાંથી મેળવે છે. આ ટેરિફની જાહેરાતને પગલે સન ફાર્મા, સિપ્લા અને ડૉ. રેડ્ડીઝ જેવી ભારતીય કંપનીઓના લાંબા ગાળાના આઉટલૂક અંગે રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે.

3) ઈન્ડિયા VIXમાં ઉછાળો

શેરબજારમાં ડર અને અસ્થિરતા માપતો ઈન્ડેક્સ 'ઈન્ડિયા VIX' આજે લગભગ 3 ટકા જેટલો ઉછળીને 12.94 ના લેવલ પર પહોંચી ગયો છે. વોલેટિલિટી ઈન્ડેક્સમાં આ વધારો સીધો સંકેત આપે છે કે રોકાણકારોમાં હાલ અનિશ્ચિતતા અને ગભરાહટનો માહોલ છે.

આ પણ વાંચો-Top Stock Picks: શેરબજારમાં ઉતાવળ ન કરો, સારા ચાર્ટ સેટઅપ વાળા આ 2 સ્ટોક્સમાં થઈ શકે છે તગડી કમાણી!

MoneyControl News

MoneyControl News

First Published: Jul 22, 2026 10:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.