Closing Bell: નિફ્ટી સતત છઠ્ઠા દિવસે ઊંચે બંધ થયો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ઓઇલ-ગેસ, IT, ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી જ્યારે FMCG, બેંકિંગ, મેટલ ઇન્ડેક્સ નીચા સ્તરે બંધ થયો. સેન્સેક્સ 123.42 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના વધારા સાથે 82,515.14 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 37.15 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના વધારા સાથે 25,141.40 પર બંધ થયો. HCL ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ONGC નિફ્ટીના સૌથી વધુ વધ્યા હતા. શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ નિફ્ટીના સૌથી વધુ ઘટ્યા હતા.