Closing Bell : સેન્સેક્સ અને નિફ્ટીએ આજે ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે કરી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે, ભારતીય ઇક્વિટી સૂચકાંકો 23 જૂને નબળા ખુલ્યા હતા અને નિફ્ટી 25,000ની નીચે રહ્યા હતા. સેન્સેક્સ 503.33 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 81,904.84 પર અને નિફ્ટી 135.10 પોઈન્ટ અથવા 0.54 ટકા ઘટીને 24,977.30 પર બંધ થયા હતા. લગભગ 848 શેર વધ્યા હતા જ્યારે 1676 શેર ઘટ્યા હતા અને 209 શેર યથાવત રહ્યા હતા. નિફ્ટીમાં નેસ્લે ઇન્ડિયા, ઓએનજીસી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારતી એરટેલ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ મુખ્ય વધ્યા હતા. જ્યારે ઇન્ફોસિસ, એચસીએલ ટેક, એચયુએલ, વિપ્રો અને હીરો મોટોકોર્પના શેરમાં ઘટાડો થયો હતો.